ભાવનગર :ગુરુ અને મંગળ બન્ને ગ્રહો એક ઘરમાં સાથે બિરાજમાન થયા છે. ત્યારે ETV BHARAT દ્વારા ભાવનગરના જ્યોતિષ સાથે ખાસ વાતચીત કરી તેની અસર અંગે માહિતી મેળવી હતી. મંગળ અને ગુરુ ગ્રહણ એક સ્થાનમાં બિરાજમાન થવાથી અંગારક યોગ બને છે. વિવિધ રાશિ અને દેશ દુનિયામાં કેવી અસર થશે જાણો.
અંગારક યોગની અસર :
જ્યોતિષ કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, 12 મી જુલાઈના રોજ મંગળે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષભ રાશિમાં પહેલેથી ગૃરુ ભ્રમણ કરે છે. આથી મંગળ ગુરુનો અને યુતિ વૃષભ રાશિમાં થાય છે, જ્યારે મંગળ ગુરુ ભેગા હોય ત્યારે અંગારક યોગની યુતિ થાય છે. અંગારક યોગના સમયગાળામાં દેશ અને દુનિયામાં વધારે માનસિક પરિબળો વ્યગ્ર અને ઉગ્ર બને, લોકોમાં અરાજકતાનો ભાવ વધારે થાય છે.
દેશ દુનિયામાં પણ નાની-મોટી તકલીફ સતત આવ્યા કરે છે. પ્રબળ નેતા ઋષિ સુનકની હાર પણ આ સમયગાળામાં થઈ હતી. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કાનમાં ગોળી વાગી, એ પણ એક મંગળ ગુરુની યુતિના કારણે જ્યોતિકારક થઈ છે. આ ઉપરાંત ભારતમાં ક્યાંક ખૂબ વર્ષા છે, ક્યાંક વરસાદ નથી એ પણ મંગળ ગુરુની યુતિને કારણે થઈ શકે છે.
અંગારક યોગમાં કોની ભક્તિ કરવી :
કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં ભગવાન શિવની ઉપાસના કરવી શ્રેષ્ઠ બને છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું, એ પણ માનસિક શાંતિ માટે ખૂબ લાભકારક બને છે.