ગુજરાત

gujarat

ETV Bharat / state

'મમતાની મેરેથોન', 700 વર્ષથી ચાલી આવતી આ ગામની પરંપરા આજે પણ અકબંધ - Marathon of mothers

દેશ અને દુનિયામાં અનેક મેરેથોન દોડ યોજાતી હોય છે. જેમાં દોડવીર મેડલ મેળવવાની અપેક્ષા રાખી એડીચોટીનું જોર લગાવે છે, પરંતુ બ્રાહ્મણવાડા ગામમાં યોજાતી દોડ એક માતા તેના પુત્રના આયુષ્ય અને તંદુરસ્તી માટેની હોય છે, અને એટલે જ આ દોડને 'માં'ની મેરેથોન દોડ કહીએ તો પણ નવાઈ નહીં.

'મમતાની મેરેથોન'
'મમતાની મેરેથોન'

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 7:44 PM IST

700 વર્ષથી ચાલી આવતી આ ગામની પરંપરા આજે પણ અકબંધ

પાટણ: ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે દોડ લગાવવી પડે છે. આ દોડ સ્પર્ધા 700 વર્ષથી યોજવામાં આવે છે. જેમાં માતા પુત્રની સુખાકારી માટે એડીચોટીનું જોર લગાવે છે. આ વર્ષે 11 માતાઓએ પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે મમતાની મેરેથોન દોડ લગાવી હતી.

પહેલાં પુત્રની માતા હાથમાં નારિયેળ અને ત્રિશુલ લઈને લગાવે છે દોડ

શું છે પરંપરા: પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષથી ચાલી આવતી એક પરંપરા આજે પણ અકબંધ છે. પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તે માતાને પુત્રના સારા સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટરની લાંબી દોડ લગાવવી પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે. કારણ કે, અહીં પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો સવાલ હોય છે. જેથી માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે 2 કિલોમીટર સુધી ખુલ્લા પગે દોડે છે.

700 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ

માતૃત્વની દોડ: બ્રાહ્મણવાડા ગામમાં પહેલા પુત્રની માતા આ પ્રતિયોગિતામાં ચોક્કસથી ભાગ લે છે અને તેવું ઈચ્છે છે કે તેનો પ્રથમ નંબર આવે. જેથી તેના દીકરાનું સ્વાસ્થ્ય સારૂં અને મજબૂત બને. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દોડમાં ભાગ લેનાર દરેક માતા હાથમાં નારીયેળ અને ત્રિશૂલ લઇ ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિર પરિસરથી 2 કિલોમીટર સુધી દોડે છે અને વેરાઈ માતાના મંદિરે દોડ પૂર્ણ કરે છે.

700 વર્ષથી ચાલી આવતી આ ગામની પરંપરા આજે પણ અકબંધ

આ વખતે કોણ બન્યા વિજેતા માતા: માદરે વતનથી દૂર અને વિદેશમાં રહેતા બ્રાહ્મણવાડા ગામના પરિવારજનો પણ આ દિવસે અચૂક ગામમાં આવે છે અને સદીઓ ની આ પરંપરાના સાક્ષી બને છે. આ વર્ષે પણ અમેરિકા ખાતે રહેતા મોનીકાબેન ચૌધરી નામની મહિલા આવ્યા હતા અને દોડમાં ભાગ લઈ વિજેતા બનતા માતાજી સમક્ષ પોતાના પુત્રની સાથે સાથે દરેક માતાના પુત્રના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી હતી.

  1. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આ શહેરમાં હોળીના પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી - Holi festival 2024
  2. સંજેલી પંથકમાંથી નવજાત શિશુ મળી આવ્યું, પોલીસે કરી કાર્યવાહી - police took action

ABOUT THE AUTHOR

...view details