ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 6:59 AM IST

ETV Bharat / state

UPSC માં લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂંક મામલે મનીષ દોશીએ કહ્યું, SC-ST, OBC સમાજનો હક છીનવાશે - UPSC Lateral entry

UPSC માં સચિવ અને ઉપસચિવ 45 જેટલા પદ માટે લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂક કરવાની કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત બાદ આ એક ચર્ચાનો વિષય બન્યો છે. પક્ષ-વિપક્ષના ઘણા નેતાઓ દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે.

કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી
કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી (ETV Bharat Gujarat)

અમદાવાદ :કેન્દ્ર સરકારે UPSC માં સચિવ અને ઉપસચિવ 45 જેટલા પદ માટે લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂક કરવાની જાહેરાત કરી છે. ત્યારથી આ મામલો ચર્ચામાં આવ્યો છે. અનેક નેતાઓ આ અંગે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે.

મનીષ દોશીએ કહ્યું, SC-ST, OBC સમાજનો હક છીનવાશે (ETV Bharat Gujarat)

UPSC ના નિર્ણયની આલોચના :UPSC માં સચિવ અને ઉપસચિવ પદ માટે લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂક કરવાના નિર્ણય અંગે કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટરના માધ્યમથી એક પોસ્ટ લખી આ સમગ્ર મામલા વિશે સરકારની આલોચના કરી હતી.

કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારની આ નીતિ જેનાથી ગરીબ માણસો અને SC-ST, OBC સમાજનો હક છીનવાય છે. તેની હું નિંદા કરું છું.

SC-ST, OBC સમાજનો હક છીનવાય છે, તેની હું નિંદા કરું છું : મનીષ દોશી

મનીષ દોશી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, જે પ્રકારે આ નિર્ણય લેવાયો છે તે UPSC ની અંદર સચિવ ઉપસચિવના 45 જેટલા પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા સીધી નિમણૂક કરવામાં આવશે, તે તદ્દન અયોગ્ય છે. UPSC ભરતી પ્રક્રિયા કરી અને જો નિમણૂક કરે તો SC-ST અને OBC લોકોને પોતાના હકો અને અનામતનો લાભ મળે. પરંતુ જો લેટરલ એન્ટ્રી દ્વારા આ નિમણૂક થાય તો તેમાં કોઈપણ SC-ST કે OBC સમાજ માટે લાભ દેખાતો નથી.

  1. મજબૂત વિપક્ષના કારણે પીએમ મોદીને યુ-ટર્ન લેવાની ફરજ પાડીઃ કોંગ્રેસ
  2. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની બંધ બારણે બેઠક

ABOUT THE AUTHOR

...view details