અમદાવાદઃસેન્ટ્રલ GST વિભાગ દ્વારા ગુજરાતમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદને આધારે EOW અને SOG ની ટુકડીઓ દ્વારા અમદાવાદ, જુનાગઢ, ખેડા, સુરત અને ભાવનગર સહિત રાજ્યભરમાં 14 જેટલા સ્થળો પર દરોડા અને તપાસ આરંભી દેવામાં આવી છે.
GST વિભાગની મોટી કાર્યવાહીઃ અમદાવાદ, જુનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં મોટા પાયે દરોડા - GST SCAM IN GUJARAT
ગુજરાતના વિવિધ શહેર-જિલ્લાઓમાં GST ના કૌભાંડનો રેલો જોવા મળતા 14 સ્થાનો પર દરોડાની કાર્યવાહીઓ કરવામાં આવી છે. - GST SCAM IN GUJARAT
Published : Oct 7, 2024, 10:48 PM IST
આ ફરિયાદ અને કાર્યવાહી દરમિયાન GST સેન્ટ્રલ વિભાગ દ્વારા દેશભરમાં 200થી વધારે બનાવવામાં આવેલી કંપનીઓ અને એકમો છેતરપીંડીમાં શામેલ છે. આ એકમો અને કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને પસાર કરીને સરકારી તિજોરીમાં તેમના દ્વારા કાંણું કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સો તિજોરીને નુકસાન કરવા સંગઠીત થઈને કાર્યવાહી કરતા હોવાનું સામે આવ્યું હતું. આવા એકમો બનાવવા તેઓ નકલી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ કરતા હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
વિભાગના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે કોઈ મોટું ગ્રુપ આવા નકલી બીલ, નકલી દસ્તાવેજો અને બાબતોને ખોટી રીતે રજૂ કરીને દેશની કરોડો રૂપિયાની આવકને નુકસાન કરવા કાવતરું ઘડી રહ્યું હોય. જેની હાલમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.