મહેસાણા:કડી ખાતે આવેલા જાસલપુર ગામની નજીક દશેરાના પર્વએ જ કરુણ ઘટના બની છે. અહીં એક કંપનીમાં દીવાલનું ચણતર કામ કરતી વખતે ભેખડ ધસી પડતાં 9 જેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હાલમાં ભેખડની નીચેથી દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. દુર્ઘટના વખતે ત્યાં જ હાજર અને મોતને હાથતાળી આપીને બહાર નીકળેલા એક યુવકે સમગ્ર ઘટના કેવી રીતે બની તે જણાવ્યું હતું.
દીવાલનું ચણતર કરતા ભેખડ ધસી પડી (ETV Bharat Gujarat) દુર્ઘટનામાં જીવિત બચેલા યુવકે શું કહ્યું?
ઘટના સમયે ત્યાં જ કામ કરી રહેલા વિનોદ વસોયા નામના યુવકે જણાવ્યું કે, અમે કુલ 10 લોકો હતા અને ચણતરનું કામ ચાલી રહ્યું હતું. ઘટના 12 વાગ્યે બની હતી. અમે 10 લોકો કામ કરતા હતા અને અચાનક ભેખડ અંદર આવી ગઈ. હું અંદર જ હતો. હું આંખ સુધી દટાઈ ગયો હતો, પછી કંપનીના બધા લોકોએ મને બહાર કાઢ્યો. હું એક જ બચ્યો.
દીવાલ ચણતા સમયે ભેખડ ધસી પડી
નોંધનીય છે કે, મહેસાણામાં કડી ખાતે આવેલા જાસલપુર ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મજૂરી કામ કરતા 9 મજૂર દીવાલ બનાવતા માટીની ભેખડ ધસી પડતા માટી નીચે દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા છે અને અન્ય વ્યક્તિ પણ માટી નીચે દટાયેલા છે કે કેમ તેને લઈને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને જોતા હાલની સ્થિતિએ મૃત્યુ આંક વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આ ઘટના બની છે. મોટી દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. DDO ડો. હસરત જાસ્મિને દટાયેલા 9 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી હતી.
PMએ મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી
કડીમાં બનેલા આ કરુણ ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિજનોને 2-2 લાખ તથા ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા PMNRF માંથી આપવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો:
- ભાવનગરમાં દશેરાની રમઝટ: વિજયાદશમી નિમિતે ગરમા-ગરમ જલેબી સાથે ચોળાફળી અને મીઠાઈઓની પણ બોલબાલા
- 1997ની લવ સ્ટોરી, 27 વર્ષ પહેલાની ફરિયાદ અને ચર્ચામાં આવ્યું એક પ્રેમ પ્રકરણ