મહેસાણા: શહેરના વાઈડ એંગલ સિનેમા પાછળ અભિનવ બંગલોઝમાં ફટાકડા ફોડવાની બાબતમાં બે પાડોશી વચ્ચે માથાકૂટ થઈ હતી, દરમિયાન ફાયરિંગ પણ થયું હોવાનું સામે આવ્યું છે જેમાં એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. આ મામલે સામ-સામે ફરિયાદ પણ નોંધાઇ છે.
શું હતો સમગ્ર મામલો:મહેસાણાના વાઈડ એંગલ સિનેમા પાછળ અભિનવ બંગલોઝમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે 2 નવેમ્બર શનિવારની રાતે ફટાકડા ફોડવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો જેમાં 66 વર્ષીય સુધાબેન રાણાનું મોત નીપજ્યું છે.
મહેસાણામાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં ફાયરિંગ (Etv Bharat Gujarat) પોલીસ ફરિયાદમાં મૃતક સુધાબેન રાણાના પતિ ભગીરથ રાણાએ પાડોશી 4 શખ્શો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર 79 વર્ષીય ભગીરથ રાણાને ફટાકડા ફોડવાની ના પાડતા માથાકૂટ થયાનો ઉલ્લેખ કરાયો છે.
આરોપ છે કે, પાડોશી શખ્સોએ ભગીરથ રાણાના પત્ની પર હુમલો કર્યો અને માથામાં લાકડી વાગતા તેઓ ઢળી પડ્યાં હતાં. પોતાની પત્ની સુધાબેન રાણાને ઈજાગ્રસ્તા થતાં જોઈને ભગીરથ રાણા આવેશમાં આવી ગયા હતા અને 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું .
સામ-સામે નોંધાઈ પોલીસ ફરિયાદ: વૃદ્ધા પર હુમલો કરનાર પાડોશી બકેશ નાયક, આદિત્ય નાયક, દેવેશ નાયક, ગીતાબેન નાયક વિરૂદ્ધ ભગીરથ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે પૈકી દેવેશ નાયક અને ગીતાબેન નાયકની ધરપકડ પણ કરાઈ છે.
મૃતક સુધાબેન રાણા (Etv Bharat Gujarat) બીજી તરફ ઇજાગ્રસ્ત આદિત્ય નાયકે પણ ભગીરથ રાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આદિત્ય નાયકના સાથળના ભાગે ગોળી વાગી હતી, તો આદિત્ય નાયકના પિતા બકેશ નાયકના લમણે ગોળી વાગી હતી. ફાયરિંગ કરનાર મૃતકના પતિ ભગીરથ રાણા વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાતા ભગીરથ રાણાની પણ પોલીસે ધરપકડ કરી છે.
- મહેસાણામાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગની લાલ આંખ, દિવાળી પહેલા 1.60 કરોડનો જથ્થો જપ્ત
- 1997ની લવ સ્ટોરી, 27 વર્ષ પહેલાની ફરિયાદ અને ચર્ચામાં આવ્યું એક પ્રેમ પ્રકરણ