ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahashivratri 2024: તાપીના બાલપૂરના ઐતિહાસિક કર્દમેશ્વર મંદિરે ભક્તો થયા શિવમય

દક્ષિણ ગુજરાતના અતિ પૌરાણીક શિવાલયોમાંનું એક અતિ પૌરાણીક શિવ મંદિર તાપી જીલ્લામાં આવેલું છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા બાલપુર ગામે અતિ પૌરાણિક કર્દમેશ્વર શિવ મંદિરમાં શિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

Mahashivratri 2024
Mahashivratri 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 7:12 AM IST

Mahashivratri 2024

તાપી: ભારત દેશના 12 જ્યોતિર્લીંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે, તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જીલ્લામાં આવેલ પાંચ મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે. શિવરાત્રીના દિવસે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અહીં દર શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે, જેમાં ઘર વપરાશની વસ્તુઓની સાથોસાથ ખેત ઓજારો અને કપડાં રમકડાં વગેરે વસ્તુઓ મળે છે, અહીં આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન શિવજીના દર્શનની સાથે મહાપ્રસાદીનો લાભ લઇ મેળાનો આનંદ લેતા ચૂકતા નથી.

Mahashivratri 2024:

આ પોરાણિક શિવાલયનો ઈતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે, કહેવાય છે કે જયારે મોગલોનું સામ્રાજ્ય દેશમાં ચાલતું હતું ત્યારે મોગલો હિન્દુઓના મંદિરોને ધ્વસ્ત કરી નાખતા હતા. જેને બચાવવા માટે જેતે સમયના રાજાઓએ આ મંદિરના ઘુમ્મટનો આકાર મસ્જિદ જેવો બનાવી મંદિરને બચાવ્યું હતું. અહીં મંદિરની એક તરફ ગરમ પાણી નીકળે છે તો બીજી તરફ ઠંડા પાણીના કુંડ આવેલ છે.

વિશેષ બાબત એ છે કે આ પાંચ મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરુ થાય છે, જેમાં સુરતના કાશી વિશ્વનાથ, કન્તારેસ્વર, કપીલેસ્વર, કેદારેશ્વર મહાદેવજી, જયારે તાપી જીલ્લામાંથી વ્યારાના બાલપુર ગામ સ્થિત કર્દમેસ્વર મહાદેવજી.

Mahashivratri 2024:

મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ કર્દમેશ્વર મહાદેવ ખુબ જૂનું પુરાણું મંદિર છે. અહી કર્તવ મુનિએ તપસ્યા કરી એના પરિણામ સ્વરૂપ સાક્ષાત શિવજી અહી શિવલિંગના રૂપમાં રૂપાંતર થયા. આદિવાસી વિસ્તારની અંદર આ એક એવું મંદિર છે જે સતયુગથી ચાલી આવ્યું છે. અહી વાંજરાઓ પોતાનું ધનસંપત્તિ લૂંટાઈ ન જાય તેમાટે મંદિરના ગર્ભ ગૃહમાં છૂપાવવા માટે આવતા હતા.

Mahashivratri 2024:

દર્શનાર્થે આવેલ શિવ ભક્તે જણાવ્યું હતું કે 150 વર્ષ પહેલાથી મેળો ભરાય છે. આ એક આસ્થાનું જૂનું પુરાણું ઔતિહાસિક મંદિર છે. જ્યાં યજ્ઞનું આયોજન થાય છે અને દૂર દૂર લોકો પોતાની આસ્થા લઈને આવે છે અને મેળો પણ ખુબ મોટો ભરાય છે. અહીં બુહારી, વ્યારા, સુરત, બારડોલી એમ દૂર દૂરથી લોકો અહી આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે.

  1. મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી પર્વની પૂર્ણાહુતિ, નાગા સન્યાસીઓની રવેડી સાથે મહાશિવરાત્રીના મેળાએ ભવનાથમાં જગાવી શિવ ધુણી
  2. Maha Shivratri 2024: વલસાડના વાંકલમાં 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના શિવલિંગે આકર્ષણ જમાવ્યું, સતત 4 વાર લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન

ABOUT THE AUTHOR

...view details