ગીર સોમનાથ: સોમનાથમાં મહાશિવરાત્રીના પર્વે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
હર્ષ સંઘવીએ સૌ કોઈને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી, તો વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સોમનાથ અને સાસણ કાર્યક્રમને લઈને વિગતો આપી હતી
સોમનાથ દાદાના શરણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ CM (Etv Bharat Gujarat) સોમનાથ દાદાના દર્શને
આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે, ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વર્તમાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમનાથ દાદાના દર્શન કરીને ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી. પાછલા કેટલાક વર્ષોની પરંપરા અનુસાર શિવરાત્રીના દિવસે વિજય રૂપાણી તેમના પરિવાર અને મિત્ર સાથે સોમનાથ દાદાના દર્શન કરવા માટે અચૂક આવતા હોય છે, ત્યારે આજે વિજય રૂપાણીએ તેમની આ પરંપરા જાળવી રાખીને સોમનાથ દાદાના દર્શન કર્યા હતા, તેમની સાથે સોમનાથ આવેલા રૂપાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સોમનાથ અને સાસણના પ્રવાસને લઈને પણ માધ્યમો સમક્ષ વિગતો આપી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ દાદાના કર્યા દર્શન (Etv Bharat Gujarat) લોકોને પાઠવી શુભકામનાઓ
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વની સૌ કોઈને શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે હર્ષ સંઘવી સોમનાથ દર્શન આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક મનો દિવ્યાંગ વ્યક્તિએ હર્ષ સંઘવી સાથે પોતાનો ફોટો પડાવવાને લઈને ઈચ્છા પ્રગટ કરી હતી. મનો દિવ્યાંગ વ્યક્તિની ઈચ્છા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પૂર્ણ કરીને તેમની સાથે એક ફોટો પડાવ્યો હતો. આજે બપોર બાદ હર્ષ સંઘવી શિવરાત્રીના મેળામાં ભવનાથ ખાતે પણ આવી રહ્યા છે, અહીં પણ તેઓ ભવનાથ દાદાના દર્શન કરવાની સાથે ભવનાથના અનેક સાધુ સંતો અને ધર્મસ્થાનોની મુલાકાત પણ લેશે.
- મહાશિવરાત્રીના પર્વે ભવનાથની ગીરી તળેટીમાં માનવ મહેરામણ, મહાદેવના દર્શન કરીને થયા ભાવ વિભોર
- જુનાગઢ: મહાકુંભ જેવું શાહી સ્નાન, શિવરાત્રીની રાતે મૃગીકુંડમાં થાય છે રાત્રિના સ્નાન