ગુજરાત

gujarat

ETV Bharat / state

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા - Rape case in Mahisagar - RAPE CASE IN MAHISAGAR

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના એક ગામે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના મામલે લુણાવાડા એડિશનલ જજની કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. Rape case in Mahisagar

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા
સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 9:00 AM IST

મહીસાગર: મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને મહીસાગર કોર્ટે 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. વીરપુર તાલુકાના એક ગામે વર્ષ 2021માં આરોપી વિનુ રોહિત સગીરાને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા આરોપી અજય રોહિતને 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

દુષ્કર્મનો આરોપી અજય વિનુભાઈ રોહિત (Etv Bharat Gujarat)

શું હતો સમગ્ર મામલો: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આરોપી અજય વિનુભાઈ રોહિત ઉપર વર્ષ 2021માં 16 વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી યૌન શોષણના આરોપ અંગેની વિરપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ઈપીકો કલમ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ મહીસાગરના એડીશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ શરુ થયો હતો.

આરોપીને 20 વર્ષની સજા: આરોપી વિરૂદ્ધ આ કેસ ચાલી જતા સરકાર તરફથી સરકારી વકીલ જયવીર સિંહ સોલંકીની દલીલ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ પોક્સો એડિશનલ જજ જે.એન.વ્યાસે આરોપી અજય રોહિતને ઈપીકો કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ભોગ બનનારને મહિસાગર કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

  1. મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - lok sabha election 2024
  2. મહિસાગર: આખરે એવું તો ઓ શું બન્યું કે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવતા દવાખાનાનો જ વિરોધ કરવા લાગ્યા લોકો? વાંચો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details