પાટણઃ લોકસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. રાજકીય પાર્ટીના આગેવાનો અને પ્રદેશ નેતાઓ લોકસભા બેઠક પર જોર શોરથી પ્રચાર અને બેઠકો કરી રહ્યા છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પાટણ લોકસભા બેઠકના પ્રવાસે આવ્યા હતા. ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
લોકસભાની 543 બેઠકો પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે તેમ સમજીને મતદાન કરજો - સી.આર.પાટીલ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
પાટણ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે લોકસભા બેઠકના બુથ કેન્દ્રના પ્રમુખ અને શક્તિ કેન્દ્રના સંયોજકોને ચૂંટણીમાં વધુને વધુ મતદાન કઈ રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના ફરસુ ગોકલાણી તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. Loksabha Election 2024 Patan C R Patil BJP Sammelan Farasu Goklani Congress
Published : Apr 5, 2024, 8:50 PM IST
ચૂંટણીલક્ષી માર્ગદર્શનઃ પાટણ લોકસભા બેઠકના બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકોને ગુજરાતની 26એ 26 બેઠકો અને ખાસ કરીને પાટણ લોકસભા બેઠક કઈ રીતે જીતવી તે અંગે પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટે સમજાવ્યું હતું. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે જે કાર્યકર્તા આગેવાનોને કોઈપણ જાતના મન દુઃખ હોય કે અણગમા હોય તે એકબાજુએ રાખવા ઉમેદવાર ભરતસિંહ ડાભીનો કોઈ વિરોધ હોય તેને એક બાજુ એ રાખવો. લોકસભાની 543 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે તે ધ્યાને રાખીને મત આપવા અપીલ કરી હતી.
ફરસુ ગોકલાણીનો ભાજપ પ્રવેશઃ પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા ફરસુ ગોકલાણી તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પાટીલે આ તમામને કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા. ફરસુ ગોકલાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર વિરોધી પરિબળોને જ્યારે નરેન્દ્ર મોદીએ છીન્ન ભીન્ન કરી નાખ્યા છે એવા સમયે જો તેઓને સપોર્ટ નહિ કરીએ તો આવનારા દિવસોમાં સમગ્ર દેશને નુકસાન થવા ની ભીતિ છે માટે હું ભાજપમાં જોડાયો છું. ગોકલાણીના ભાજપમાં જોડાવાથી રાધનપુર સાંતલપુર વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે.