નવસારીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. રાજયમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ હતી. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નવસારી લોકસભા બેઠકમાં સી આર પાટીલ ગઈ કાલે ફોર્મ ભરવાના હતા પણ વિજય મુહૂર્ત ચૂકી જતા આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર અને સમર્થકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નૈષધ દેસાઈ પણ ઉમેદવારી નોંધાવવા આવી ચઢ્યા હતા. પાટીલ અને દેસાઈએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
નવસારી લોકસભા બેઠક પર પાટીલે અને કોંગ્રેસના નૈષધ દેસાઈએ ભર્યુ ઉમેદવારી ફોર્મ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી. પાટીલ ગઈકાલે ઉમેદવારી નોંધાવવાના હતા પરંતુ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા. તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપ કાર્યકરો ઉમેટી પડયા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024
Published : Apr 19, 2024, 7:00 PM IST
નવસારી ગુજરાત રાજકારણનું કેન્દ્ર બિન્દુઃ નવસારી લોકસભા બેઠક ગુજરાત રાજકારણનું કેન્દ્ર બિન્દુ ગણાય છે. આજે વિજય મુહૂર્તમાં સી. આર. પાટીલે કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. બીજી તરફ નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ તે જ સમયે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને ઉમેદવાર ભેગા થઈ ગયા હતા અને બંને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નવસારી લોકસભા બેઠકમાં સી આર પાટીલ ગઈ કાલે ફોર્મ ભરવાના હતા પણ વિજય મુહૂર્ત ચૂકી જતા આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
શું કહ્યું સી. આર. પાટીલે?: આ પ્રસંગે નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં મને ચોથી વખત તક આપવા બદલ હું પાર્ટીનો આભારી છું. નવસારી સંસદીય વિસ્તારના મતદારો અને કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.