ગાંધીનગરમાં માત્ર 7 રજિસ્ટ્રેશન (Etv Bharat Gujarat) ગાંધીનગરઃ મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સાથે કરાર કરી 'ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ' અભિયાન શરૂ કર્યુ છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં રવિવાર સુધી માત્ર 7 મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવતા આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે.
'ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ': આ અભિયાનમાં મતદાન કર્યા બાદ શાહીનું નિશાન દેખાડનાર મતદાતાને મતદાન મથકથી ઘર સુધી બાઈક ટેક્સીમાં ફ્રી રાઈડ આપવામાં આવશે. જો કે ગાંધીનગરમાં રવિવાર સુધીમાં માત્ર સાત મતદાતાઓએ 'ફ્રી રાઈટ ટુ હોમ આફ્ટર વોટિંગ'માં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડા પરથી કહી શકાય કે મતદાતાઓમાં આ અભિયાન પ્રત્યે બહુ ઉદાસીનતા છે અને ગાંધીનગરમાં આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે.
શું છે અભિયાન?:ગુજરાતમાં અમદાવાદ,રાજકોટ, સુરત, આણંદ બરોડા જિલ્લામાં 'સવારી જવાબદારી' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 'ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ' એટલે કે મતદાન કર્યા બાદ મતદાતાને ફ્રી બાઈક કેબ દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. મતદાતા એ આ સુવિધા લેવા માટે મતદાન કર્યા બાદ ખાનગી કંપનીની એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ મતદાતા આંગળી પર શાહીના નિશાનનું ચિન્હ દેખાડશે એટલે તેને ફ્રીમાં મતદાન મથકેથી ઘર સુધી લઈ જવામાં આવશે.
ગાંધીનગરમાં માત્ર 7 રજિસ્ટ્રેશન (Etv Bharat Gujarat) ચૂંટણી તંત્ર મતદાન વધે તે માટે સતત પ્રયત્નશીલઃગાંધીનગરના જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મેહુલ દવેએ જણાવ્યું કે,રવિવાર સુધીમાં 'ફ્રી રાઇટ ટુ હોમ આફ્ટર વોટિંગ' અભિયાનમાં 7 રજિસ્ટ્રેશન થયા છે. રજીસ્ટ્રેશન વધારવા માટે તંત્ર પ્રયત્નશીલ છે. સક્ષમ એપમાં પણ રજિસ્ટ્રેશન થઈ શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન વધારવા માટે કટિબદ્ધ છે અમે દરરોજ મતદાન જાગૃતિ માટે કોઈને કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. દરેક જિલ્લામાં 7 મેના રોજ મતદાન વધે તે માટે દુકાનદારોએ 7%થી વધુ ડિસ્કાઉન્ટ આપવાનો સંકલ્પ કર્યો છે. અનેક દુકાનદારોએ આ ડિસ્કાઉન્ટ અભિયાનમાં નોંધણી કરાવી છે. ગઈકાલે લોકોએ મહેંદી કાર્યક્રમ રાખ્યો હતો. આમ વિવિધ માધ્યમો દ્વારા લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
- નવસારી બેઠક પર 21 લાખ 98 હજારથી વધુ મતદારો કરશે મતદાન, કુલ 1116 મતદાન મથક કાર્યરત - Lok Sabha Election 2024
- ભાવનગર બેઠક ઉપર 18,17,144 જેટલા મતદારો, 1965 જેટલા બુથ, EVMની ફાળવણી સહિતની વ્યવસ્થાઓ કલેકટર જણાવી - Voting Preparation