ગુજરાત

gujarat

ETV Bharat / state

જામખંભાળિયામાં ભાજપ પક્ષ પ્રમુખના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા - Loksabha Election 2024

દેવભૂમિ દ્વારકાનાં વડા મથક જામ-ખંભાળિયામાં ભારતીય જનતા પક્ષના સ્થાપના દિને કમલમના નવનિર્મિત કાર્યાલયનાં ઉદ્ઘાટન માટે અધ્યક્ષ સ્થાને પક્ષ પ્રમુખ સી. આર. પાટીલ આવ્યા હોય ત્યારે રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવે તો શું ઘાટ સર્જાય? આ કાર્યક્રમમાં ભાજપ અને રૂપાલા હાય હાયના નારાઓ લાગ્યા હતા અને મંડપમાં ગોઠવાયેલી ખુરસીઓ પણ અસ્ત-વ્યસ્ત કરી દેવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષનો પક્ષ કાર્યાલયનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ યથાવત રહ્યો હતો જેમાં આ મુદ્દે એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. Loksabha Election 2024

ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા
ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 2:58 PM IST

ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા

દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળિયા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું આગમન થયું અને પ્રસંગ હતો પક્ષના સ્થાપના દિવસ નિમિતે પક્ષનું નવનિર્મિત કાર્યાલય કમલમના ઉદઘાટનનો. આ કાર્યક્રમમાં અચાનક જ 200-250 લોકોનું ટોળું કાર્યક્રમ સ્થળે ઘસી આવ્યું. આ ટોળું ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન આપનારા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યું હતું.

કાળા વાવટા ફરકાવ્યા અને હાય હાયના નારાઃ કાર્યક્રમ સ્થળે આ ટોળું ઘસી આવ્યું અને કાળા વાવટા ફરકાવીને "રૂપાલા હાય હાય, ભાજપ હાય હાય, જય ભવાની"ના નારા લગાવ્યા. આ વિરોધ અંદાજે 20-25 મિનિટ ચાલ્યો. પક્ષ પ્રમુખ જ્યારે આવા કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાના હોય ત્યારે ત્યાં સ્થળ પર રહેલો ચાંપતો પોલીસ બંદોબસ્ત આ પરિસ્થિતિને ખાળવા તૈયાર અને સજાગ હોવાથી આ પોલીસ હરકતમાં આવતાની સાથેજ પરિસ્થિતિને ટૂંક સમયમાં ખાળી દેવામાં આવી અને વિરોધીઓ તેમજ સુત્રોચાર કરનારા લોકોને કાર્યક્રમ સ્થળેથી તરતજ રવાના કરવામાં આવ્યા.

ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા

ખુરશીઓ અસ્ત વ્યસ્ત કરાઈઃ કાર્યક્રમના મંડપમાં ગોઠવાયેલી ખુરશીઓ ઊંધી વાળી દીધી અને અસ્ત-વ્યસ્ત કરી દીધી, નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે સાવ અચાનક જ આવું ટોળું જ્યારે ઘટનાસ્થળે પહોંચી જાય તો થોડી અવ્યવસ્થા સર્જાય તેમાં કોઈ નવાઈ નથી. મંડપમાં ગોઠવેલી ખુરશીઓ અસ્ત-વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તમામ પ્રકારના વિરોધની પરિસ્થિતિઓ વચ્ચે પક્ષ પ્રમુખે પક્ષના સ્થાપના દિને નવનિર્મિત કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યથાવત રાખ્યો.

આજે રુપાલાની ટિકિટ રદ કરવા આવેદન અપાશેઃ આજે રાજકોટ ખાતે યોજાનારી મહારેલીમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનો રાજકોટ જિલ્લા કલેક્ટર અને રાજકોટ ચૂંટણી અધિકારીને રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવા જવાનાં છે તેનાં પર સૌ કોઈની નજર છે.

  1. મુસ્લિમ સમાજ ક્ષત્રિયોનાં સમર્થનમાં, પદ્મિનીબા વાળાને ઉપવાસ પૂર્ણ કરવાની વિનંતી કરી - Muslim Samaj Support Kshatriyas
  2. પુરુષોત્તમ રૂપાલાનાં ઝંઝાવાતી પ્રચાર સામે રણચંડી બનીને ઘેર-ઘેર ફરી રહી છે ક્ષત્રાણીઓ - Kshatriya Ladies Campaign

ABOUT THE AUTHOR

...view details