શું છે યુવાનોની અપેક્ષા અને અભિપ્રાય ??? ભાવનગરઃ લોકસભા ચૂંટણીનો માહોલ અત્યારે બરાબર જામ્યો છે. ભાવનગર લોકસભા બેઠક ઉપર ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે આ બેઠકમાં રહેતા અને અભ્યાસ કરતા યુવા મતદારોનો મિજાજ જાણવાની ETV BHARAT દ્વારા કોશિશ કરવામાં આવી હતી. કોલેજના યુવાનોએ પોતાના મંતવ્યો ETV BHARAT સાથે શેર કર્યા છે.
પાણીની સમસ્યા અને ટેકનોલોજીનો અભાવઃ ભાવનગર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિવિધ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમારા કાળિયાબીડ વિસ્તારમાં પાણી પુરતું મળતું નથી તેથી પાણીની બાબતે સમસ્યાઓ છે. તેમજ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓનું સામાજિક ઘડતર થાય તેવું શિક્ષણ મળવું જોઈએ. ઓનલાઈન ટીચિંગમાં થોડોક વિકાસ થવો જોઈએ.
રોજગારી મોટી સમસ્યાઃ ETV BHARAT સાથેની વાતચીતમાં એક યુવાને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ અભ્યાસ પાછળ પોતાના જીવનના મહત્વના વર્ષો બગાડે અને રોજગાર મળતો નથી. આ માટે સરકારે કઈક વિચારવું જોઈએ. જ્ઞાન સહાયક યોજનામાં 11 મહિનામાં પૂરી થઈ જાય છે અને 11 મહિનામાં માત્ર 24થી 25 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. 11 મહિના બાદ ઉમેદવારે બીજી રોજગારી શોધવા નીકળવાનું તો સરકાર કરવા શું માંગે છે??? આ જ્ઞાન સહાયક છે આના જેવી બીજી અનેક સમસ્યાઓ છે. ગ્રામીણ ક્ષેત્રમાંથી હું આવું છું તો ગ્રામીણ ક્ષેત્રમાં ખાલી વાતો થાય છે રસ્તા,પાણી અને ગટરની સમસ્યાઓ જેમની તેમ હોય છે. આ સુવિધાઓ આજે પણ મળતી નથી.
ગામડામાં નેટવર્કનો અભાવઃ ETV BHARAT સાથેની વાતચીતમાં એક યુવતીએ જણાવ્યું હતું કે, મારા મતે તો એક જ સમસ્યા છે કે પુરુષ જેટલી રોજગારી મેળવે છે તેટલી જ મહિલાઓને રોજગારીની સમાન તક મળે એ અપેક્ષા છે. જ્યારે એક યુવકે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો યુગ વધી રહ્યો છે. ટેકનોલોજી ઘણી ઝડપથી વિકાસ કરી રહી છે. જો કે આ ટેકનોલોજીથી ઉકલવી જોઈએ તેવી અનેક સમસ્યાઓ ઠેરની ઠેર છે. અમુક ગામડાઓમાં નેટવર્ક નથી આવતું, અમુક ગામડાઓમાં બસોનો અભાવ છે, આ બધી સમસ્યાઓ દૂર થવી જોઈએ.
- રાજકોટ સ્થિત લશ્કરી અને અર્ધ લશ્કરી દળોનાં નિવૃત માજી સૈનિકોએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? - ETV Bharat Chaupal
- કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી તેમજ ઉમેદવારોને લઈને શું છે મતદારોનો મિજાજ જાણો - Voter Trends In Bhuj