ગુજરાત

gujarat

ETV Bharat / state

અજબ ગામની ગજબ કહાનીઃ તાપીનું એકવાગોલણ ગામ દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન કરતું હોવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત - Loksabha Electioin 2024

તાપીના સોનગઢ તાલુકાનું છેવાડાનું એકવાગોલણ ગામ કે જ્યાં દરેક ચૂંટણીઓમાં સો ટકા મતદાન થાય છે, પરંતુ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા નાનકડા એવા આ ગામમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Electioin 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 11:03 PM IST

તાપીનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓથી વંચિત
તાપીનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓથી વંચિત

તાપીનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓથી વંચિત

તાપીઃ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા તાપી જિલ્લાના એકવાગોલણ ગામમાં એક પણ પાયાની સુવિધા નથી. ડુંગરો વચ્ચે આવેલા આ આદિવાસી ગામમાં આજે પણ પાણી, લાઈટ, આરોગ્ય, 5પછી ના અભ્યાસની જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. વિરોધાભાસ એ છે કે આ ગામ દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન કરે છે. તેમ છતાં આ ગામમાં એકપણ રાજકીય પક્ષે વિકાસ પહોંચાડ્યો નથી.

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામઃ તાપી જિલ્લામાં આ ગામની સૌથી ઓછી વસ્તી છે. આ ગામમાં લગભગ બસો જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. એકવાગોલણ ગામના લોકો પશુપાલન તથા ખેતી પર નિર્ભર છે. આ ગામનો સમાવેશ મેઢા જૂથ ગ્રામપંચાયતમાં કરવામાં આવ્યો છે.

તાપીનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓથી વંચિત

કોઈ પ્રચાર કરવા પણ આવતું નથીઃ લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઈ પણ રજ્યકીય પક્ષ કે ઉમેદવાર અહીં પ્રચાર માટે ફરક્યો નથી. અહીંના લોકો આજે પણ આરોગ્ય, મોબાઈલ ટાવર, બસ, રેશનિંગ અનાજ, રોડ, પાણી તથા ખેતી માટે વીજળીની સુવિધા ઝંખી રહ્યા છે. સરકાર પાસે આ સુવિધાઓ સત્વરે મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે.

એકવાગોલણ ગામના મનીષ ગામીત, જલુંભાઈ ગામીત અને કર્માભાઈ ગામીતનું કહેવું છે કે, ગામમાં પશુપાલન અને ખેતી માટે થ્રી ફેસ વીજળીની સુવિધા આપવામાં આવે. ગામમાં રોડ રસ્તા ન હોવાને કારણે 108 સમયસર પહોંચી શકતી નથી. ધો. 5 પછી અભ્યાસ કરવા માટે બાળકોએ બીજા ગામમાં જવું પડે છે. સરકાર અમારા ગામમાં પાયાની સુવિધાઓ પૂરી પાડે તેવી અમારી માંગણી છે.

  1. ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે Etv Bharatની ખાસ વાતચીત - Loksabha Election 2024
  2. સ્થાનિક મુદ્દાઓ સાથે સમસ્યા સામે લોકો સાથે રહી ઉઠાવેલી લડત જ મતો અપાવશે, કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનો વિશ્વાસ - Valsad Dang Lok Sabha Seat

ABOUT THE AUTHOR

...view details