ગુજરાત

gujarat

છોટા ઉદેપુરમાં જશુ રાઠવાનો વિજય, કોંગ્રેસના ઉમેદવારે ખેલદીલીપૂર્વક આપી શુભેચ્છાઓ - Lok Sabha Election Results 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 11:00 PM IST

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરમ રાઠવાની ખેલદીલી સામે આવી. તેમણે જીતેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાને હાથ મિલાવી જીતની શુભેચ્છા પાઠવી. Lok Sabha Election Results 2024 Chhota Udepur Seat BJP Jasubhai Rathwa Congress Sukhram Rathwa

છોટા ઉદેપુરમાં જશુ રાઠવાનો વિજય
છોટા ઉદેપુરમાં જશુ રાઠવાનો વિજય (Etv Bharat Gujarat)

છોટા ઉદેપુર: લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના સુપડા સાફ ભાજપનો ભગવો લહેરાયો છે. છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા સતત ચોથી વખત 3,95,717મતની લીડથી વિજય થયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામી હતી. ચોથી વખત છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાતા કાર્યકરોમાં અને નેતાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી.

છોટા ઉદેપુરમાં જશુ રાઠવાનો વિજય (Etv Bharat Gujarat)

કુલ 28 રાઉન્ડમાં મત ગણતરીઃ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે કુલ તારીખ 7 મે 2024 ના રોજ મતદાન પ્રક્રિયા કુલ 2205 મતદાન મથકો ઉપર યોજવામાં આવી હતી. જેમાં કુલ સાત વિધાનસભા નો સમાવેશ થાય છે જેમાં 128 હાલોલ, 137 છોટાઉદેપુર, 138 પાવીજેતપુર, 139 સંખેડા, 140 ડભોઇ, 146 પાદરા, 148 નાદોદ જે વિધાનસભામાં કુલ 18,14,194 મતોમાંથી 12,59760 મત પડ્યા હતા કુલ 69.51% મતદાન થયું હતું. જે અંગેની મત ગણતરી આજરોજ છોટાઉદેપુર પોલીટેક્નિક કોલેજ ખાતે યોજાઈ હતી. જે ગણતરી કુલ 28 રાઉન્ડમાં યોજાઈ હોય જેમાં ભાજપનો ભવ્ય વિજય થતો હતો.

કોને કેટલા મત મળ્યા?: છોટા ઉદેપુર લોકસભા બેઠક માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં 28માં રાઉન્ડ સુધીમાં જશુભાઇ ભીલુભાઇ રાઠવા ભાજપ મળેલ મત. 765081, ભીલ સોમાભાઈ ગોકળભાઈ બહુજન સમાજ પાર્ટી મળેલ મત. 15059, સુખરામભાઇ હરિયાભાઈ રાઠવા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. મળેલ મત. 3,71,610 તડવી રણછોડભાઈ ભારતીય બહુજન કોંગ્રેસ મળેલ મત. 7642, રાઠવા બલજીભાઈ માલવા કોંગ્રેસ મળેલ મત 9810, રાઠવા મુકેશભાઈ નુરાભાઈ અપક્ષ મળેલ મત. 7491 મત મળ્યા હતા. જ્યારે નોટા માં 27897 મત પડ્યા હતા.

શું કહે છે વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા?: છોટાઉદેપુર લોકસભા બેઠકના જીતેલા ઉમેદવાર જશુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્ર ભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના તમામ જનતાએ નરેન્દ્ર ભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી દીધું હતું જેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે પાર્ટીના કાર્યકરો સમર્થકો સરપંચો અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમામની મહેનતથી આજરોજ છોટાઉદેપુર લોકસભાનું કમળ ખીલી ઉઠ્યું છે.

3,95,717 જેટલાં મતોની લીડ: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા ને 7,89,114 જેટલાં મતો મળ્યાં છે અને કોંગ્રેસ ના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સુખરામ રાઠવા ને 3,93, 397 જેટલાં મતો મળ્યા છે, ત્યારે 3,95,717 જેટલાં મતો ની લીડ થી થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

  1. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોએ કર્યા જીતના દાવા - Loksabha Election Result
  2. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર, કડુલી મહુડી ગામે જંગી જન સભા યોજાઈ - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details