અમદાવાદઃ શહેરની પૂર્વ બેઠક પર 26 રાઉન્ડના અંતે ભાજપની 4,59,315 મતની લીડથી જીત થઈ હતી. જેમાં 7,63,028 મતોથી હસમુખ પટેલ જીત્યા છે. જ્યારે હિંમતસિંહ પટેલને 3,03,713 મત મળ્યા હતા. જ્યારે NOTAને 10503 મત મળ્યા હતા.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) હસમુખ પટેલનો ભવ્ય વિજયઃ ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાયું હતું. સુરત બેઠક બિનહરીફ સાબિત થતા આજે ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતગણતરી યોજાઈ હતી. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલ ડી એન્જિનિયરિંગ ખાતે યોજાઇ હતી. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 303713 મત મળ્યા હતા.
કોણ છે વિજેતા ઉમેદવાર?: આજે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે જીત હાંસલ કરી છે. હસમુખ પટેલ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ અગાઉ હસમુખ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે ટર્મ કોર્પોરેટર તરીકે પણ ભૂમિકા ભજવી છે. કોર્પોરેટર તરીકેની ટર્મ દરમિયાન હસમુખ પટેલ અમ્યુકોની એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે પણ નિમાયા હતા. શહેરની પૂર્વ બેઠક પર 26 રાઉન્ડના અંતે ભાજપની 4,59,315 મતની લીડથી જીત થઈ હતી. જેમાં 7,63,028 મતોથી હસમુખ પટેલ જીત્યા છે. જ્યારે હિંમતસિંહ પટેલને 3,03,713 મત મળ્યા હતા. જ્યારે NOTAને 10503 મત મળ્યા હતા.
રોહન ગુપ્તાનો ઘટનાક્રમઃ અમદાવાદ પૂર્વ એ બેઠક છે જ્યાં કોંગ્રેસે રોહન ગુપ્તાને પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયત કહીને ઉમેદવારી પાછી ખેંચી હતી. ત્યાર બાદ રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા.
- જનાદેશ 2024 : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપરાજ યથાવત, હસમુખ પટેલનો શાનદાર વિજય
- જનાદેશ 2024 : અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયાનો ભવ્ય વિજય