રાજકોટ:130 વર્ષ જૂની અંગ્રેજોનાં સમયકાળ દરમ્યાન સ્થાપાયેલી ખેલકૂદ અને મનોરંજન માટે સ્થાપાયેલી રાજકોટ જીમખાના કલબ કે યુરોપિયન જીમખાનાનાં સદસ્યો આ ચૂંટણીમાં મત આપતા પહેલા ક્યા-ક્યા મુદ્દાઓને ધ્યાને લઈને રાજકોટમાં તેમનો લોકપ્રતિનિધિ ચૂંટવા માંગે છે, એ મુદ્દે ETV BHARATએ તેમનાં ચૂંટણીની ચૌપાલ કાર્યક્રમમાં વાત કરી. ગરમીનાં વધી રહેલા પારા વચ્ચે ગુરુવારનો દિવસ રાજકોટ ખાતે થોડો ઠંડી રહ્યો, પણ રાજકીય ચર્ચાઓનું માહોલ નરમ ન રહ્યું ખાસ કરીને જ્યારે રાજકોટનો ભદ્ર વર્ગ જ્યાં રોજ સવાર પડ્યે તેમનું સ્વાસ્થ્ય જાળવવાનાં હેતુથી ટેનિસ, સ્વિમિંગ, જિમિંગ અને સ્ક્વોશ રમવા રાજકોટ જીમખાના ક્લબમાં આવી જાય છે. જેને યુરોપીયન જીમખાના તરીકે પણ ઓળખાવવામાં આવે છે ત્યાંનાં સદસ્યોએ જ્યારે ETV BHARAT સાથે વાત કરી ત્યારે ખબર પડી કે, બેરોજગારી, વિકાસ, જ્ઞાતિ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચાર જેવા મુદાઓ ક્યાંકને ક્યાંક આ વર્ગને પણ નડી રહ્યા છે.
રાજકોટ સ્થિત 130 વર્ષ જૂની અંગ્રેજોનાં સમયની ક્લબનાં સભ્યોએ ETV ભારતનાં ચૂંટણી ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
રાજકોટ સ્થિત 130 વર્ષ જૂની અંગ્રેજોનાં સમયકાળ દરમ્યાન સ્થાપાયેલી ખેલકૂદ અને મનોરંજન માટે સ્થાપાયેલી રાજકોટ જીમખાના કલબ કે યુરોપિયન જીમખાનાનાં સદસ્યો આ ચૂંટણીમાં મત આપતા પહેલા ક્યા-ક્યા મુદ્દાઓને ધ્યાને લઈને રાજકોટમાં તેમનો લોકપ્રતિનિધિ ચૂંટવા માંગે છે, એ મુદ્દે ETV BHARAT તેમનાં ચૂંટણીની ચૌપાલ કાર્યક્રમમાં રાજકોટનાં ધનકુબેરો સાથે શું વાત કરી, વધુ વિગતો માટે જુઓ અને વાંચો આ અહેવાલ ...lok sabha election 2024
Published : May 3, 2024, 1:23 PM IST
અમીરોનો વર્ગ કેવું પ્રતિનિધિત્વ ઝંખે છે?: આવનારી ચૂંટણીમાં આ અમીરોનો વર્ગ રાજકોટ શહેરમાં એવું પ્રતિનિધિત્વ ઝંખે છે, જેમાં પાયાની સુવિધાઓ, રાષ્ટ્રવાદ, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, મજબૂત વિદેશી નીતિ, ઔધોગિક નીતિ, ભ્રષ્ટાચાર, રોજગારી અને શિક્ષણ વગેરે મુદ્દે જે પક્ષ કે નેતા વાત કરશે. તે પક્ષ કે નેતાને જ આ વર્ગ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપશે. આ કદાચે ગુજરાતમાંથી ETV BHARATની પહેલી એવી ચોપાલ હશે, જેમાં ભાગ લેનારા લોકોના ચોક્કસ વર્ગે કોઈ ચોક્કસ દિશાસૂચનનો નિર્દેશ આપ્યા વગર કે કોઈ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વિના મૌન રહેવાનું કે કોઈ પક્ષ-પક્ષી કર્યા વગર ચૂપ રહેવાનું પણ પસંદ કર્યું અને તેઓ ક્યા મુદ્દાઓને ધ્યાને લઈને આ લોકશાહીનાં પર્વમાં ચૂંટણી પ્રક્રિયા થકી ભાગ લેશે કે મતદાન કરશે.
અમીરોનું ચૂંટણીમાં શું માનવું છે?: આ શ્રેષ્ઠીઓનું ચોક્કસપણે માનવું છે કે, કોમવાદી કે જ્ઞાતિવાદી વલણને પ્રોત્સાહન આપતા નેતાઓ કે રાજકીય પક્ષોએ વિચારધારાથી ઉપર ઉઠીને ખરેખર વિકાસ અને પ્રગતિની રાજનીતિ કરવી જરૂરી છે, ETV BHARAT તેમના ચૌપાલ કાર્યક્રમ દ્વારા આવનારા દિવસોમાં સમાજનાં ગરીબથી લઈને મધ્યમ વર્ગ તેમજ સમાજનાં ઉચ્ચ વર્ગ સાથે ચર્ચાઓ કરીને મતદાતાઓ મતદાન કરવા જતા પહેલા ક્યા-ક્યા મુદાઓને ધ્યાને લઈને તેમનો મત આપતા હોય છે. તેનાં પર તલસ્પર્શી ચર્ચાઓ કરશે અને જ્યારે 7મી મેનાં દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભાની 26 બેઠકો પર મતદાન જવા થઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ ક્યા મુદ્દે અને કેવી રીતે તેમનો કિંમતી અને પવિત્ર મત આપતા પહેલા ક્યા મુદ્દાઓ પર ચિંતન કરી રહ્યા છે, તે અંતર્ગત એક પ્રકારે સંક્ષિપ્ત દિશાસૂચન પણ કરશે.