ગુજરાત

gujarat

ETV Bharat / state

અત્યાર સુધી કચ્છમાં આચારસંહિતા ભંગની 318 ફરિયાદો મળી, તમામનો કંટ્રોલ રૂમ દ્વારા નિકાલ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે કચ્છમાં આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને ઉકેલ પણ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં 16 માર્ચથી અત્યાર સુધીમાં 318 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાયેલ છે.

અત્યાર સુધી કચ્છમાં આચારસંહિતા ભંગની 318 ફરિયાદો મળી, તમામનો કંટ્રોલ રૂમ દ્વારા નિકાલ
અત્યાર સુધી કચ્છમાં આચારસંહિતા ભંગની 318 ફરિયાદો મળી, તમામનો કંટ્રોલ રૂમ દ્વારા નિકાલ

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 2:49 PM IST

કચ્છ : રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલનાં માધ્યમથી આચારસંહિતા ભંગ અંગે ઉમેદવારની માહિતી જાણવા અંગે તેમજ ચૂંટણી સબંધિત માહિતી મેળવવા માટે અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

વિવિધ પ્રકારે લોકો નોંધાવી શકે છે ફરિયાદ : કચ્છ જિલ્લામાં 16મી માર્ચે ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે સી-વિજિલ (સિટીઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર 1800-233-2389 કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ, 1950 હેલ્પલાઇન તથા વેબપોર્ટલ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈપણ સ્વરૂપે નોંધાવી શકાય : નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે જેઓ ચૂંટણીના કંટ્રોલ રૂમના એડિશનલ ચાર્જમાં છે તેમણે etv Bharat સાથેની રૂબરૂ મુલાકાત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ મળતી ફરિયાદોનું માત્ર ગણતરીની મિનિટોમાં જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. લોકો આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ સી-વિજિલ મોબાઈલ એપ પર પણ નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈપણ સ્વરૂપે નોંધાવી શકાય છે.

સી-વિજિલ, NGSP, હેલ્પલાઇન અને ટોલ ફ્રી નંબર મળી ફરિયાદો : કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સી-વિજિલની 32 ફરિયાદ આવી છે, જેનું તત્કાલ નિવારણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે 1950 હેલ્પલાઇન પર 141 ફરિયાદ આવી છે જે તમામનો નિકાલ કરાયો છે, જ્યારે એનજીએસપી એટલે કે નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલમાં 139 ફરિયાદ આવી છે તે તમામનો નિકાલ કરાયો છે, જ્યારે ટોલ ફ્રી નંબર 1800-233-2389 પર અત્યાર સુધીમાં 6 ફરિયાદ આવી છે, જે તમામનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

8મી એપ્રિલ સુધી 318 ફરિયાદો : 8મી એપ્રિલ સુધી કચ્છ જિલ્લામાં વિવિધ માધ્યમો થકી કુલ 318 ફરિયાદ આવી હતી, જેમાંથી તમામે તમામ 318નો નિકાલ કરી દેવાયો છે. ચૂંટણી આયોગે ફરિયાદીની સુરક્ષાને લઈને એક ખાસ નિર્ણય લીધો છે જેમાં એપ્લિકેશન મારફત ફરિયાદ કરનાર નાગરિકોનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી રહ્યા છે. જો ફરિયાદી વિશેની વિગતો જાહેર કરવામાં આવશે તો સંબંધિત અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.

કેવા પ્રકારની ફરિયાદો : કયા પ્રકારની ફરિયાદો આવે છે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાસ કરીને વિવિધ બેનરો સબંધિત ફરિયાદો આવતી હોય છે. તો હાલમાં ભુજના માર્ગો પર જે વિશિષ્ટ પ્રકારના બેનર લાગ્યા હતા જેમાં અબ કી બાર...? મૂકવામાં આવ્યું હતું તે અંગે ફરિયાદો આવેલ હતી જેમાં કોઈ પક્ષનો રંગ, નામ કે નેતાનું નામ કે ફોટો ના હોતા તે આચારસંહિતાનો ભંગ ના કહી શકાય તો આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ,ઈન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વીટર) પર કરવામાં આવેલ પોસ્ટ સબંધિત પણ ફરિયાદો આવી છે જે તમામનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

જરૂરી કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપી નિવારણ : ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદા મુજબ સી-વિજિલમાં જે પણ ફરિયાદ મળશે તેને જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમને મોકલવામાં આવશે અને સંબંધિત ટીમને ફરિયાદ આપ્યા બાદ તે સંદર્ભે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ્લિકેશનમાં અપલોડ કરી ફરિયાદનું નિવારણ કરી દેવામાં આવશે.

  1. ચૂંટણી સમયે વ્યક્તિ કેટલું સોનું અને રોકડ લઈ જઈ શકે? જો તે જપ્ત કરવામાં આવે તો તેને કેવી રીતે પાછું મેળવવું, જાણો નિયમો - RULES OF THE CODE OF CONDUCT
  2. આચારસંહિતા વચ્ચે ભુજના જાહેર માર્ગો પર લાગ્યા વિશિષ્ટ પ્રકારના બેનરો - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details