ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નહીં, 13ના આંકડા સાથે આ ઉમેદવારો મેદાનમાં - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

ભાવનગર લોકસભા બેઠક ઉપર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી. મતલબ સાફ છે. રાષ્ટ્રીય પક્ષો હરીફ ઉમેદવારોના મત કાપવા માટે અપક્ષમાંથી લોકો ઉભા રાખવાની સ્ટ્રેટેજી સાથે બંને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોના ઈશારે અપક્ષો લડી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે 13 ઉમેદવારો મેદાનમાં છે.

ભાવનગર લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નહીં, 13ના આંકડા સાથે આ ઉમેદવારો મેદાનમાં
ભાવનગર લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નહીં, 13ના આંકડા સાથે આ ઉમેદવારો મેદાનમાં

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 10:40 AM IST

એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક ઉપર ઉમેશભાઈ મકવાણાના ફોર્મની વાંધા અરજીમાં વિસંગતતાના મામલામાં રાજકીય ગરમાવો આવ્યો હતો. જો કે હવે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સોમવારે એક પણ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું નથી. જેને કારણે ભાવનગર લોકસભા બેઠકો પર 13 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં પોતાનું ભવિષ્ય અજમાવવાના છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે.

આમ આદમી પાર્ટીના ફોર્મની વિસંગતતા બાદ ફોર્મ ખેંચવાનું ટાળતા અન્ય ઉમેદવાર : ભાવનગર શહેરમાં લોકસભા બેઠક ઉપર ભાજપની વાંધા અરજી બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મને લઈને વાંધા અરજીની સુનાવણી કરવામાં આવી હતી. જો કે આ સમયગાળા દરમિયાન ભાવનગરનું રાજકારણ હાય લેવલ ઉપર પહોંચી ગયું હતું. જો કે સુરતવાળી જેવો ડર સ્થાનિક કક્ષાએ ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળ્યો હતો. પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હોય તેમ મામલો પૂર્ણ થયો હતો. ત્યારે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચવામાં રસ ધરાવ્યો નથી. જેને કારણે હવે 13 જેટલા ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.

ચકાસણીમાં કેટલા ફોર્મ રદ થયાં : ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એ કપણ ફોર્મ પરત ખેંચાયું નથી. જો કે ફોર્મ ચકાસણી દરમ્યાન 19 પૈકીનાં 6 ફોર્મ રદ થયા હતા. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દરેકના ભાવિનો ફેંસલો 7 મેના રોજ ઇવીએમમાં થશે.

ભાવનગર બેઠક પર કુલ 13 ઉમેદવાર મેદાને જંગમાં :ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર વચ્ચે મુકાબલો થવાનો છે. પણ અન્ય ઉમેદવારો પણ પોતાની ભૂમિકા ભજવવાના છે. ત્યારે કુલ 13 ઉમેદવારોના ફોર્મ મંજુર થયા છે. જેમાં ભાજપના નિમુબેન બાંભણીયા, આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના રાઠોડ દિનેશભાઇ લાખાભાઈ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના ટીડાભાઈ દેવશીભાઈ બોરીચા,ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ, રાઈટ ટુ રિકોલ પાર્ટીના ભુપતભાઇ મોહનભાઇ વાળા,આપકી આવાઝ પાર્ટીના કલાણીયા સાગરભાઈ પોપટભાઈ તેમજ 5 અપક્ષ તરીકે નરેશભાઈ નારણભાઇ રાઠોડ,બ્રહ્નક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ,મૂળશંકરભાઈ રઘુરામભાઈ ચૌહાણ,સંજયભાઈ મગનભાઈ મકવાણા, હર્ષ ગોકલાણી લડી રહ્યા છે.

  1. ભાજપે વાંધો ઉપાડ્યા બાદ ચૂંટણી પંચ સમક્ષ ઉમેશભાઈ પાસ, જુઓ સમગ્ર ઘટનાક્રમ - Lok Sabha Election 2024
  2. ભાવનગર લોકસભા બેઠક ઉપર કેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યાં અને શું ભરાય છે ફી જાણો - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details