ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે ઘરેથી પદયાત્રા કરીને મતદાન કેન્દ્ર પહોંચ્યા - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે ઘરેથી મતદાન કરવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘરે પદયાત્રા કરીને મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા.સી.આર પાટીલ પોતાની પત્ની ગંગાબેન પાટીલ ,પુત્ર જીજ્ઞેશ પાટીલ સહિત પરિવારના બીજા સભ્યો અને સમર્થકો સાથે ચાલીને મતદાન કેન્દ્ર પર પહોચીને મતદાન કર્યું હતું.lok sabha election 2024

સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ
સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ (etv bharat gujarat desk)

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 2:16 PM IST

સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે ઘરેથી પદયાત્રા કરીને મતદાન કેન્દ્ર પહોંચ્યા (etv bharat gujarat desk)

સુરત: લોકતંત્રના મહાપર્વ પર મતદાન કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પોતાના પરિવાર સાથે ઘરેથી મતદાન કરવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘરે પદયાત્રા કરીને મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા.સી.આર પાટીલ પોતાની પત્ની ગંગાબેન પાટીલ ,પુત્ર જીજ્ઞેશ પાટીલ સહિત પરિવારના બીજા સભ્યો અને સમર્થકો સાથે ચાલીને મતદાન કેન્દ્ર પર પહોચીને મતદાન કર્યું હતું.

યુવાઓને મતદાન કરવાની કરી અપીલ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આપને મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આ સૌથી મજબૂત કહી શકાય તેવી આજે લોકશાહીનો પર્વ છે. 75 વર્ષ પછી આઝાદી પ્રાપ્ત થઈ છે. કોઈપણ સંજોગોમાં મતાધિકારનો ઉપયોગ થાય તેવી મારી અપીલ છે. સૌથી મજબૂત લોકશાહી આપણા દેશમાં છે. મતદાન એ દેશની લોકશાહીને મજબૂત કરે છે. આપણને જે અધિકાર મળ્યો છે. તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. જે યુવાઓને પ્રથમ વખત મતાધિકાર મળ્યો છે. તેમને મારી અપીલ છે કે, તેઓ મતદાન કરીને દેશની લોકશાહી અને આવનારી પેઢીને મજબૂત કરે કારણ કે, આવનાર દિવસ તેમનો છે.

  1. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ - lok sabha election 2024
  2. રાજકોટનો ચૂંટણી જંગ જાણે પ્રચાર વગર જ સમેટાઈ ગયો, રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન છવાયેલું રહ્યું - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details