ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા લોકસભા બેઠક પર 57.87 ટકા મતદાન નોંધાયુ - lok sabha election 2024

ખેડા લોકસભા બેઠક પર 12 ઉમેદવારોમાંથી જન પ્રતિનિધિની ચૂંટણી માટે આજે યોજાયેલા મતદાનમાં કુલ 57.87 ટકા મતદાન નોંધાયુ હતું.ખેડા લોકસભા બેઠક પર કુલ 2007404 મતદારો છે.જેમાંથી 1161598 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો હતો.જે 2019 લોકસભાના મતદાન કરતા ત્રણેક ટકા જેટલું ઓછું રહેવા પામ્યું હતું.

ખેડાના મતદારોએ કર્યુ હોંશે હોંશે મતદાન,
ખેડાના મતદારોએ કર્યુ હોંશે હોંશે મતદાન, (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 10:55 PM IST

ખેડા:ખેડા લોકસભા બેઠક પર 2019માં મતદાનની ટકાવારી 60.90 ટકા હતી.જેમાં કુલ 1804028 મતદારોમાંથી 1098633 મતદારોએ મતદાન કર્યુ હતું. ગરમીને કારણે મતદાનમાં ઘટાડો નોંધાયો હતો.જો કે ગરમીને કારણે પહેલેથી જ મતદાનમાં ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી હતી.

ખેડા લોકસભા બેઠક પર ચૂંટણી પંચનો વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ (Etv Bharat Gujarat)

સરેરાશ 57.87 ટકા મતદાન નોંધાયુ: ખેડા લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયા સુધી સાંજે છ વાગ્યા સુધી સરેરાશ 57.87 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં દસક્રોઈમાં 58.79 ટકા, ધોળકામાં 59.36 ટકા, માતરમાં 60.76 ટકા, નડીયાદમાં 52.91 ટકા, મહેમદાવાદમાં 59.10 ટકા, મહુધામાં 56.67 ટકા અને કપડવંજમાં 57.41 ટકા મતદારોએ મતદાન કર્યુ છે.

ક્ષત્રિય સમુદાયના યુવાઓએ પણ પરંપરાગત પાઘડી પહેરી કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

ખેડા લોકસભા બેઠક પર સાત વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 20,07,404 મતદારો છે. જેમાંથી 11,61,598 મતદારોએ મતદાન કર્યુ હતું. કુલ 2037 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.

દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહભેર કર્યુ મતદાન (Etv Bharat Gujarat Etv Bharat Gujarat)

મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ: દિવસ દરમિયાન ગરમીની અસર જોવા મળી હતી. છતાં મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કર્યુ હતું. યુવા, મહિલા, સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગ સહિત તમામ મતદારોએ ઉત્સાહપુર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સાધુ સંતો અને મહંતો પણ લોકશાહીના પર્વમાં આવ્યા આગળ (Etv Bharat Gujarat)

સાધુ સંતોએ કર્યુ મતદાન: સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે સંતોએ મતદાન કર્યુ હતું.સંતો તેમજ અનુયાયીઓ ઢોલ, નગારાના તાલે મત આપવા માટે પહોંચ્યા હતા.

ખેડાના મતદારોએ કર્યુ હોંશે હોંશે મતદાન, કિન્નર સમુદાયે કર્યુ વોટિંગ (Etv Bharat Gujarat)

મહુધાના કપરુપુરમાં આવેલ બારૈયાની મુવાડીના બુથ પર યુવા મતદારો માથે સાફા બાંધીને મતદાન મથકે આવ્યા હતા અને એક સાથે મતદાન કર્યું હતું.નડિયાદ કિન્નર સમાજ દ્વારા મતદાન કરી નાગરિક તરીકેની ફરજ અદા કરવામાં આવી હતી. પીજ ભાગોળ સ્થિત અખાડાના કિન્નરોએ મતદાન કર્યું હતું. 20 કિન્નરોએ એક સાથે મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થયા હતા.

ABOUT THE AUTHOR

...view details