ગુજરાત

gujarat

ETV Bharat / state

સંજેલી પંથકમાંથી નવજાત શિશુ મળી આવ્યું, પોલીસે કરી કાર્યવાહી - police took action - POLICE TOOK ACTION

દાહોદના સંજેલી બસ સ્ટેશન નજીક કચરામાં એક થેલીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા પોલિસને જાણ કરતા સંજેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ શિશુને સારવાર અર્થે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

newborn baby
newborn baby

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 10:45 AM IST

દાહોદ: જિલ્લામાં નવજાત શિશુ હોય કે પછી ભ્રુણ હોય તેને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો વધુ એક બનાવ દાહોદ પંથક વિસ્તારમાં જોવા મળ્યો છે. રડવાનો અવાજ સાંભળી સ્થાનિકોનું પણ ધ્યાન ખેંચાયું હતુ અને ત્યારબાદ સ્થાનિકો અને મુસાફરોની ભીડ એકઠી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના સંજેલી વિસ્તારમાં હિંદોલિયા ગામના મહેશ તેરસિંગભાઈ ભાભોર સંજેલી બસ સ્ટેશન ટ્રાફિક કંટ્રોલરની નોકરી કરે છે. તેઓ જ્યારે વહેલી સવારે ફરજ પર આવ્યા ત્યારે તેમના વોચમેન શૈલેષભાઈ હરીજને જણાવ્યુ કે બસ સ્ટેશન પાસેની રસ્તાની ડાબી બાજુએ ઝાડી ઝાંખરા પાસે કચરામાં નવજાત શિશુનો રડવાનો અવાજ આવે છે. ત્યારબાદ તેમણે તપાસ કરતા કચરામાં એક થેલીમાંથી નવજાત શિશું મળી આવ્યુ હતુ.

અજાણ્યા માતા પિતા વિરૂદ્ધ ફરિયાદ: હેશભાઇ ભાભોર અને વોચમેને સ્થાનિક સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌ પ્રથમ શિશુને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ મથકે નવજાત શિશુને તજીદેનાર અજાણ્યા માતા પિતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ બાળક આશરે 15 દિવસ પહેલા જ જન્મેલુ હતુ.

ખોટી અંધશ્રદ્ધાઓ અને વહેમો જેવા સામાજિક દૂષણો સમાજમાં એક પ્રકારનો સડો છે. સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર. આવા દુષણોનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે જે આપણા માટે અતિ ગંભીર બાબત છે.

  1. મહીસાગરમાં વિરપુરના સરાડીયામાં તળાવમાં નાહવા પડેલા એક જ કુટુંબના ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત - Three Youth Drowned In Lake

2. કડોદરામાં 6 દિવસથી ગૂમ બાળકીનો મૃતદેહ મળતા અરેરાટી, પોલીસ લાગી તપાસમાં... - Surat minor girl dead body found

ABOUT THE AUTHOR

...view details