કચ્છઃ પૂર્વ ક્ચ્છના ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં પથ્થરમારો પણ થયો હતો જેમાં એક મહિલાને ઇજા થઇ હતી તો મોટી ઉંમરના મહિલાને આ ઘટના જોઈને બીપી લો થઈ જતાં તબિયત લથડી હતી. સમગ્ર મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 13 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની રિસામણે જવાની બાબતમાં ખારીરોહરના 2 પરિવાર બાખડ્યાં - Kutch News
પૂર્વ ક્ચ્છના ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામે 2 જૂથ વચ્ચે મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પત્ની રિસામણે જવાની બાબતમાં બે2પરિવાર વચ્ચે બબાલ થઈ હતી. બંદૂક, ધારિયા અને લાકડી જેવા હથિયારો લઈને 2 પરિવાર મારામારી પર ઉતરી આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Published : Jun 21, 2024, 10:09 PM IST
પોલીસ ફરિયાદઃ સમગ્ર ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને રફિક ઇબ્રાહિમભાઈ સાયચાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ત્રણ ભાઈ-બેન છે અને તમામના લગ્ન થઇ ગયેલ છે અને તેઓ સંયુક્ત કુટુંબમા રહે છે ત્યારે બપોરના આશરે કલાક 12 વાગ્યાના સમયે તે તથા તેનો ભાઈ શબ્બીર, તેના પિતા ઈબ્રાહિમ , માતા નુરબાઇ તથા દાદી હાજરાબાઇ ઘરે હાજર હતા ત્યારે તેની બહેન જેનબબાનુ તેની કાકી સાથે ગાંધીધામ બી ડીવીઝનમાં તેને તેનો પતિ સિદ્દીક કાસમ ટાંક અવાર-નવાર મારકુટ કરી ઝઘડો કરતા હોય તે અંગે ફરીયાદ કરવા નીકળ્યા હતા.
ફોન પર ઝઘડવાની આપી ધમકીઃ ફરિયાદ કરવા ગયા ત્યારે બપોરના 12:30 વાગ્યાના સમયમાં આરોપી નુરમામદ ઉર્ફે નુરાગોલીએ ફરિયાદીને ફોન કરેલ જે ફરિયાદીએ ઉપાડ્યો ના હતો અને ત્યારે તેના પિતા ઇબ્રાહિમના ફોનમાં આરોપીએ ફોન કરેલ અને ફોનમાં જેમ તેમ મનફાવે તેવી ભુંડી ગાળો બોલતો હતો અને જણાવ્યું હતું કે આજે બજારમા આવશો ત્યારે તમારી સાથે ઝઘડવું જ છે. જેથી ફરિયાદીના પિતાએ ફોન કાપી નાખ્યો હતો.
13 જેટલા આરોપીઓએ કર્યો હુમલોઃ ત્યાર બાદ 1 વાગ્યાના સમયગાળા દરમિયાન ફરિયાદી અને ત્રણેય બાપ દીકરા પોતાના ઘર આગળ ઊભા હતા ત્યારે ફરિયાદીના બનેવી સિદ્દીક કાસમ ટાંક તથા અન્ય મહિલાઓ સહિત 12 જેટલા આરોપીઓ ભેગા મળી ફરિયાદીના ઘરે આવેલ અને બધા જોર જોરથી ભૂંડી ગાળો બોલતા હતા અને ફરિયાદીના ઘર ઉપર પથ્થર મારો કરતા હતા જેથી ફરિયાદી દ્વારા તેમને પથ્થર મારો ના કરવા તથા ગાળો ના બોલી ઝઘડો નહી કરવા જણાવ્યું હતું જેથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ પથ્થર મારો કરવાનુ તથા ગાળો બોલવાનું ચાલુ રાખ્યો હતો.
બંદૂક તાકી આપી ધમકીઃ ઝઘડો કરવા આવેલા આરોપીઓ પૈકી અલ્તાફ, મામદ કાસમ, હાજી સિદ્દીક,સુલતાન હાજી ટાંક, સિદ્દીક કાસમ ટાંક ધારીયુ તથા મૌસીમ, મામદઅને કાસમ મુસા ટાંક લાકડી તથા આરોપી નુરમામદ ઉર્ફે નુરાગોલી પાસે નાની બંદુક હતી તે આ તમામ લોકો હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવી ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યારે મુખ્ય આરોપી નુરમામદએ પોતાની પાસેની નાની બંદુક હતી તે આરોપીના પિતા ઇબ્રાહિમ સામે તાકી આજ તમને પતાવી જ દેવા છે તેમ કહી બંદુક લોડ કરી હતી.
બહેનના છુટાછેડા કરવા આપી ધમકીઃ બંદૂકથી ધાકધમકી કરતા ફરિયાદીના પિતાએ બીકના લીધે ઘરમાં જતા રહ્યા અને આ દરમ્યાન ગામના પટેલને તથા પોલીસને ફોન કરી જાણ કરવા જણાવતા આરોપીઓ ત્યાંથી લ નિકળી ગયેલ અને જતા જતા જણાવ્યું હતી કે પોલીસ આવીને શુ કરશે ? આજ તો તમે બચી ગયા છો અને તમારી છોકરી જેનભબાનુના છુટાછેડા કરાવી લેજો અને જો છુટાછેડા નહી કરો તો તમારા પરિવારમાથી કોઈને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.
સમગ્ર ઘટનામાં 2 મહિલાને ઇજાઃ સમગ્ર ઘટનામાં અને પથ્થરમારામા ફરિયાદીના માતાને પગમાં પથ્થર લાગતા ઇજા થઇ હતી અને ઘર ઉપર પથ્થર મારો કરતા ડરના કારણે ફરિયાદીના દાદી હાજરાબાઈની બીપી લો થઇ જ્યાં તબિયત લથડી હતી અને તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે બન્નેને દવાખાને લઇ જવામાં આવ્યું હતું.
આરોપીઓ
(1) સિદ્દીક કાસમ ટાંક તથા
(2) નુરમામદ ઉર્ફે નુરોગોલી દાઉદ ટાંક
(3) મામદ કાસમ ટાંક
(4) અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી ટાંક
(5) મામદ ઉર્ફે ટેણી નુરમામદ ટાંક
(6) હાજી સિદ્દીક છરેચા
(7) સુલતાન ટાંક
(8) મૌસીમ સલીમ ટાંક
(9) મુસા દાઉદ ટાંક
(10)કાસમ મુસા ટાંક
(11) નુરાગોલીની માં શકીનાબેન
(12) નુરાગોલીની બેન અમીનાબેન
(13) નુરાગોલીની બેન ગઢીઆઇ
તમામ આરોપીઓ એક સંપ કરી ફરિયાદીના ઘરે આવી ફરિયાદીની બેન જેનબબાનુને તથા ભાણેજીને બનેવી સિદ્દીક કાસમ ટાંક મારકુટ કરી ઝઘડો કરતો હતો જેથી ફરિયાદીની બેન ફરિયાદીના ઘરે રિસામણે હોય તેના તલાક કેમ નથી કરાવતા તે વાતનુ મનદુ:ખ રાખી ભુંડી ગાળો બોલી ધારીયા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે મુખ્ય આરોપી નુરમામદ ઉર્ફે નુરોગોલી ટાંકએ પોતાના પાસે રહેલ નાની બંદુકમારા બાપુજી ઇબ્રાહિમ સામે તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો છે જેમની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે.
બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરીઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 143,144, 147, 148, 149,323,337,506(2 ),294(b), હથિયારધારો નિયમન ભનગ બદલ સેકશન 25(1-b)(a) તેમજ જી.પી. એ નિયમન હેઠળ સેક્શન 135 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પીએસઆઈ કિશનકુમાર જયસુખભાઇ વાઢેર દ્વારા હાથ ધરવામાં આવી છે.