ગુજરાત

gujarat

ETV Bharat / state

Adani Port : અદાણી પોર્ટએ 1 જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો

કચ્છના મુંદ્રા ખાતે અદાણી પોર્ટએ એક જ જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કર્યા છે. આ એક નેશનલ રેકોર્ડ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Adani Port APSEZ Handled 16596 Containers in 1 Sheep

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 9:00 PM IST

Updated : Jan 25, 2024, 12:03 PM IST

અદાણી પોર્ટે 1 જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કર્યા
અદાણી પોર્ટે 1 જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કર્યા

પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી અદાણી પોર્ટ એ નવો રેકોર્ડ બનાવ્યો

કચ્છઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા ફરીથી એક નેશનલ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં મુંદ્રા ખાતે અદાણી પોર્ટે 1 જ જહાજ પર 16,569 કન્ટેનર્સ હેન્ડલ કર્યા છે. અદાણી પોર્ટે પોતાનો અગાઉનો 16,400 કન્ટેનર્સ હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉનો નેશનલ રેકોર્ડ 22 જુલાઈ, 2022ના રોજ બનાવવામાં આવ્યો હતો.

16,5986 કન્ટેનર્સઃ મુંદ્રા ખાતે અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (AICTPL) દ્વારા 21 જાન્યુઆરી, 2024ના રોજ MV MSC લિવોર્નો જહાજમાં સફળતાપૂર્વક 16,569 Twenty Equivalent Units(TEU)નું સંચાલન કરવામાં આવ્યું છે. અદાણી પોર્ટથી આ જહાજ ચીન જવા રવાના થયું છે. ઓછા સમયમાં મેળવાયેલ આ સિદ્ધિ એક નેશનલ રેકોર્ડ બની ગઈ છે. અદાણી પોર્ટે અગાઉ પોતે જ બનાવેલ નેશનલ રેકોર્ડ તોડ્યો છે.

MV MSC લિવોર્નો એક વિશાળકાય જહાજઃMV MSC લિવોર્નો જહાજ એક વિશાળકાય જહાજ છે. જેની લંબાઈ 366 મીટર એટલે કે ફૂટબોલના સાડા ત્રણ મેદાન જેટલી છે. હજારો કન્ટેનર્સની વહન ક્ષમતા ધરાવતા આ મહાકાય જહાજે કોલંબોથી આવી અદાણી મુંદ્રા પોર્ટ પર લંગર નાંખ્યું હતું. આ જહાજ પર 16,569 કન્ટેનરનું સંચાલન (લોડિંગ અનેઅનલોડિંગ) અદાણી પોર્ટસ પર કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટની કામગીરી બાદ આ જહાજે યાન્ટિયન, ચીનની તેની યાત્રા શરૂ કરી હતી.

સૌથી મોટી પરિવનહ યુટિલિટીઃ APSEZ ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે. જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં રેકોર્ડબ્રેક કામ કર્યુ છે. APSEZ મુન્દ્રાએ ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ સાથે દરિયાઈ ઈતિહાસમાં તેનું નામ રોશન કર્યું છે.

  1. અદાણી પોર્ટે ભારતના સૌથી મોટા ફર્ટિલાઈઝર કન્સાઈન્મેન્ટને હેન્ડલ કર્યુ, મોરક્કોથી આવ્યું જહાજ
  2. Adani Port Record: અદાણી પોર્ટ પર 203 દિવસમાં 40 લાખ કન્ટેનર્સ હેન્ડલ કરવાનો રેકોર્ડ સર્જાયો, ગત વર્ષ કરતા ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી
Last Updated : Jan 25, 2024, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details