કચ્છઃ હોળીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ કચ્છમાં ઉનાળો તેના અસલ અંદાજમાં આવી ગયો છે. અંગ દઝાડતી ગરમી મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. સરહદી જિલ્લા કચ્છના જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 41.6 ડિગ્રીએ પહોંચતાં ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.
આગામી દિવસોમાં પારો વધુ ઊંચકાશેઃ ભુજમાં સવારના 11 વાગ્યા બાદથી જ ચામડી દઝાડતો તાપ આભમાંથી વરસવાનો શરૂ થઈ જાય છે. ભુજમાં દિવસની સાથે રાત્રિના ભાગમાં પણ લોકો ઊકળાટ અનુભવી રહ્યા છે. ગરમીની અસર જનજીવન પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સ્થાનિકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
ભુજ શહેરનું તાપમાન 41.6 ડીગ્રી નોંધાયું એપ્રિલ માસમાં જિલ્લામાં તાપમાન 44થી 45 ડીગ્રી સુધી પહોંચશે. આકરા તાપ સામે રક્ષણ મેળવવા માટે સ્થાનિકો શેરડીનો રસ, વરિયાળીનું પાણી,નાળિયેર પાણી, છાશ,લીંબુ પાણી, આઈસ્ક્રીમ જેવી ઠંડા પીણાના ઉપયોગ તરફ વળ્યા છે. તેમજ લોકો ટોપી, ચશ્મા અને દુપટ્ટાનો ઉપયોગ કરીને અંગ દઝાડતી ગરમી વચ્ચે બહાર અવરજવર કરી રહ્યા છે...અનવર નોડ(સ્થાનિક વેપારી, ભુજ)
સ્થાનિક મહિલા કલ્પના જોશીએ જણાવ્યું હતું કે, ખૂબ ગરમી પડી રહી છે હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને ફાગણમાં જ તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે. દિવસે બફારાના વાતાવરણના કારણે વિષમતા સર્જાતા શરદી, ઉધરસ કફ તેમજ માથાના દુખાવો અને અંગ જકડાઈ જવા જેવી તકલીફો પણ આગામી સમયમાં જોવા મળશે. જ્યારે બપોરના સમયે લૂ લાગવાની બીક પણ રહેતી હોય છે અને હાલમાં તો નાળિયેર પાણી પીવું જોઈએ.
ભુજ શહેરનું તાપમાન 41.6 ડીગ્રી નોંધાયું હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક સાથે 4 ડીગ્રી જેટલો વધીને 41.6 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસી રહ્યો છે. સામાન્ય તાપમાન કરતા પારો વધારે નોંધાઈ રહ્યો છે જે હજી આગામી થોડાક દિવસો માટે બની રહેશે અને હીટ વેવ પણ વર્તાશે પરંતુ ત્યાર બાદ પારો સામાન્ય ડીગ્રીએ નોંધાશે. હીટ સ્ટ્રોકથી બચવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ તેમજ જરૂર ના હોય તો ઘરેથી બહાર ના નીકળવું જોઈએ.
- આકરી ગરમી માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં પડી શકે છે આગઝરતી ગરમી - Gujarat Weather
- આબોહવા પરિવર્તન, હોળી 2024 પર્વના દિવસોમાં ગરમ હવામાનનું જોખમ વધારી રહ્યું છે - Climate Change