ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના પીંગલેશ્વર બીચ પર એરફોર્સનો એર શો, દિલધડક કરતબો જોઈને દર્શકો મંત્રમુગ્ધ બન્યા - AIRFORCE AIR SHOW IN KUTCH

જે પૈકી આજે અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો. આ એર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

કચ્છમાં એરફોર્સનો એર શો
કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 6:48 PM IST

કચ્છ:ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છમાં 3 એર શો યોજી રહી છે. જે પૈકી આજે અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો. આ એર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના હવાઈ કરતબો નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)

9 વિમાનો દ્વારા ત્રિરંગી રંગોના હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું
કચ્છના નલિયા પાસેના પિંગલેશ્વર બીચ ખાતે આ એર શો યોજાયો હતો. જેમાં નીચે બ્લુ રંગનો દરિયો અને ઉપર 9 વિમાનો દ્વારા ત્રિરંગી રંગોના હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છના અબડાસામાં પ્રથમ વખત એર શો યોજાયો છે. તો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં પણ બે દિવસ એર શો યોજાશે.

કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)

14 વર્ષ બાદ ત્રણ રંગના સ્મોકથી ડિસ્પ્લે
ઇન્ડિયન એરફોર્સના સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ ગત વર્ષે જાન્યુઆરી માસમાં 2 દિવસ માટે આ એર શો ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો. સૂર્યકિરણ એરોબેટિક ટીમે 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની ટ્રાય કલર ડિસ્પ્લે એટલે કે કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરીને કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.

કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)

દર્શકો જુદા જુદા કરતબો જોઈને રોમાંચિત થયા
નલિયા ખાતેનો આ એર શો લગભગ 30થી 35 મિનિટ સુધી જેટલો ચાલ્યો હતો અને પિંગલેશ્વર બીચથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવ્યા હતા.આ એર શો દરમિયાન નલિયાનું ગગન સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્લેનના અવાજો અને પ્રેક્ષકોની તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ એર શો દરમિયાન SKATના 9 વિમાનો દ્વારા જુદા જુદા ફોર્મેશન કરવામાં આવ્યભતા જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂંવાટા ઊભા કરી દે તેવા એરોબેટિક કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો જ્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા DNA ફોર્મેશન કરવામાં આવ્યું હતું ત્યારે બીચ પર હાજર તમામ દર્શકો પણ રોમાંચિત થઈ ગયા હતા.

કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)
કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)
કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)
કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)
કચ્છમાં એરફોર્સનો એર શો (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. કચ્છીઓને જોવા મળશે વાયુસેનાના દિલ ધડક કરતબોઃ સૂર્યકિરણ એરોબેટિક ટીમ રજૂ કરશે 3 એર શૉ
  2. બે સિંહોની દરિયા કિનારે લટાર, નલિયા-માંડવી બીચનો વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details