ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો (ETV BHARAT GUJARAT) રાજકોટ:છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અવિરત અને વિરામ બાદ પડેલા વરસાદને લઈને રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે અને લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સમસ્યાની અંદર ખાસ કરીને ખેડૂતના મોલ અને તેમની જમીનનું ધોવાણ થયું હોવાની બાબતો પણ સામે આવી રહી છે. ત્યારે બાબતને ધ્યાને રાખી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ઇમેલ દ્વારા પત્ર મોકલ્યો છે અને સર્વે કરાવી વિશેષ સહાયની માંગ કરી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો (ETV BHARAT GUJARAT) ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો (ETV BHARAT GUJARAT) પાક નુકસાની અને જમીન ધોવાણ થયું: ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને પત્રમાં જણાવ્યું છે કે, 72 કલાકમાં સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ 101%, પોરબંદર જિલ્લામાં 93% જૂનાગઢ જિલ્લામાં 84% વરસાદ નોંધાઇ ચુક્યો છે. જેના કારણે ખેડૂતોને પાક નુકસાની, જમીન ધોવાણ જેવું ખૂબ મોટું નુકસાન થયું છે. માલધારી ભાઈઓને તેમના પશુઓનું જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે ઘરવખરી અને ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ છે. બજારોમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ સામાન પલળી જવાને લીધે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ઘેડ વિસ્તારના 45 ગામો સંપર્ક વિહોણા:જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના 65 થી 70 ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે. તે પૈકી ઓછામાં ઓછા 40 થી 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે અથવા તે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી 20 થી 25 ગામો હજુ આવનાર 72 કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે તો પણ નવાઈ જેવું નથી ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે એકબાજુ આપણે વિશ્વગુરુના સપનાઓ બતાવીએ છીએ, ડબલ એન્જીન સરકારના ગાણા ગાઈએ છીએ, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે 40 - 45 ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ ??
નુકસાની અંગે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા માંગ: ભ્રષ્ટ તંત્રના કારણે નાગરિકોને જાનમાલનું નુકસાન થાય, 40 થી 45 ગામો દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય એ ભ્રષ્ટ તંત્રની સૌથી મોટી ફરિયાદ છે. આ સાથે વિનંતિ કરવામાં આવેલ છે કે, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં જ્યાં જ્યાં પાક નુકસાની, જમીન ધોવાણ, માલધારીઓ, વેપારીઓ, નાગરિકોને નુકસાની થઈ છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, થયેલ નુકસાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે. ઘેડ વિસ્તારમાં જે કાયમીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી ચાલુ વર્ષે થયેલી નુકસાની સામે સ્પેશિયલ પેકેજની 72 કલાકમાં જાહેરાત કરવામાં આવે અન્યથા આ વિસ્તારના લોકો, ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની અમારે ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.
- અમદાવાદ ચાંદલોડિયા વિસ્તારમાં બેફામ રિક્ષા ચાલકે સર્જ્યો અકસ્માત - Accident In Chandlodia
- પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district