અમદાવાદ : ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી મુદ્દે સતત ચોથી વખત ફરી એકવાર મુદ્દત પાડી છે. આ મામલે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. હવે સુનાવણી આવતીકાલે કરવામાં આવશે.
મુખ્ય આરોપી કાર્તિક પટેલ :કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને તેઓની સિગ્નેચરથી જ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર થતા હતા. તેઓએ હોસ્પિટલના માધ્યમથી નાણાંકીય કૌભાંડ આચાર્ય હોવાની રજૂઆત ક્રાઈમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. ધરપકડ ટાળવા કાર્તિક પટેલ વિદેશમાં છે અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
સતત ચોથી વાર મુદત પડી :જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી, જોકે વધુ એક મુદત પાડવામાં આવતાં હવે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. આ દરમિયાન કાર્તિક પટેલના વકીલ દ્વારા જામીન અરજી પર દલીલ કરવામાં આવશે.
ફરિયાદો ક્લબ કરવા હાઇકોર્ટમાં અરજી :ઉપરાંત ખ્યાતિ કાંડ કેસના પાંચ આરોપીઓ સામે થયેલ કુલ ત્રણ ફરિયાદને ક્લબ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી રજૂઆત કરવામાં આવી છે કે, ત્રણેય ફરિયાદ એક સમાન છે આથી અલગ અલગ કાર્યવાહી કરવાની જરૂર નથી.