ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ, સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો - Demand for verification of prasad - DEMAND FOR VERIFICATION OF PRASAD

તિરૂપતિ લાડુના પ્રસાદના વિવાદ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં ભક્તોને અપાતા લાડુના પ્રસાદીની તપાસ થાય તેવી માંગ કરી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી તપાસની માંગ કરી હતી. જેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. Demand for verification of prasad

ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ
ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 3:22 PM IST

ખેડા:તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદને લઈને ચાલી રહેલાં વિવાદ વચ્ચેે ડાકોરના રણછોડરાયજી મંદિરના પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી કરી માંગ કરાઈ છે. ડાકોર મંદિરના પૂજારી આશિષ સેવકે પોતાના સોસિઅલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મુકી હતી.

જેમાં તેમણે ડાકોર રણછોડરાયજી મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના લાડુની તપાસની માંગ કરી હતી. સાથે જ તેમણે કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કર્યો હતો.

ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ (Etv Bharat Gujarat)

ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા માંડે છે:આશિષ સેવકે જણાવ્યું હતું કે, 'જેવી રીતે તિરૂપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ તેવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલા જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું. અત્યારના ઘીમાં ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા માંડે છે. લાડુ વળતા નથી. મારી એ માંગણી છે અને લાગણી સાથે કહું છું કે, પ્રસાદની તપાસ થવી જોઈએ અને મંદિરના પ્રસાદનો રિપોર્ટ થવો જોઈએ.

ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારીએ કરી પ્રસાદ ચકાસણી માંગ (Etv Bharat Gujarat)

હાલ અમુલના શુદ્ધ ઘીમાંથી બનાવાય છે લાડુ:હાલ રણછોડરાયજી મંદિરમાં અમુલના શુદ્ધ ઘીમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા છે. તે પહેલા જામ ખંભાળિયાથી ઘી આવતું હતું. તેમાંથી લાડુનો પ્રસાદ બનાવાતો હતો. જોકે હાલ તો મંદિરના સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો:

  1. સોમનાથનો ત્રિવેણી સંગમ ઘાટ : જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું સમગ્ર યાદવ કુળનું પિંડદાન - Triveni Sangam Ghat of Somnath
  2. આ ચોમાસામાં તરસ્યા રહી ગયા બનાસકાંઠાના 3 તાલુકા, જાણો આ પંથકના ખેડૂતોની આપવીતિ - lack of monsoon rains

ABOUT THE AUTHOR

...view details