ગુજરાત

gujarat

ETV Bharat / state

Kheda Crime : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી 70 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયાં - Vanakbori Thermal Power Station

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી લાખો રૂપિયાની એલ્યુમિનિયમ કોઈલની ચોરી થવાની ઘટના બનવા પામી છે. જેમાં 70 લાખ ઉપરાંતની કિંમતની એલ્યુમિનિયમ કોઈલ ભરેલી આઇસરની બેરોકટોક ચોરી થઈ ગઈ હતી. આ ચોરાયેલી આઈસરને સેવાલિયા પોલિસ દ્વારા મેનપુરાથી ઝડપી પાડવામાં આવી છે.

Kheda Crime : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી 70 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયાં
Kheda Crime : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી 70 લાખથી વધુની કિંમતના એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયાં

By ETV Bharat Gujarati Team

Published : Mar 11, 2024, 9:21 PM IST

સેવાલિયા પોલીસે બે આરોપી પકડ્યાં બે વોન્ટેડ

ખેડા : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી એલ્યુમિનિયમ કોઈલ ભરેલા વાહનની જ ચોરી થઇ હતી. ત્યારે સેવાલિયા પોલિસ દ્વારા 70 લાખ ઉપરાંતની કિંમતની એલ્યુમિનિયમ કોઈલ ભરેલી આઇસર મેનપુરાથી ઝડપી પાડવામાં આવી છે.

આ મામલામાં ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે.જેમને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાલ ચાલુ છે...મુકેશભાઈ રાવલ (પીએસઆઈ, સેવાલિયા પોલિસ સ્ટેશન )

બે આરોપીઓ પકડાયાં: ઘટનાને પગલે થર્મલ પાવર સ્ટેશનની સિક્યુરિટીમાં મોટી ચૂક પણ સામે આવી છે. મામલામાં ખેડાની સેવાલિયા પોલિસ દ્વારા ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલિસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ છે. જેને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાલ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

એલ્યુમિનિયમની કોઈલ ભરેલી આઈસરની ચોરી : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતેથી 70 લાખ ઉપરાંતની કિંમતની એલ્યુમિનિયમની કોઈલ ભરેલી આઈસરની ચોરી થવા પામી હતી. જેને અમદાવાદ ખાતે લઈ જવાની હોવાનુ અનુમાન છે. ઘટનાને પગલે સમયસૂચકતા વાપરી સેવાલિયા પોલિસે મેનપુરાથી ચોરેલી આઈસર સાથે ક્લીનરને ઝડપી પાડ્યો હતો. જે બાદ અન્ય એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓની હાલ પોલિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષા પર સવાલ : થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષાને લઈને સિક્યુરિટીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેની વચ્ચે એલ્યુમિનિયમ કોઈલ ભરેલી આઈસરની બેરોકટોક ચોરી થઈ જવાની ઘટના બની છે. જેને લઈ પાવર સ્ટેશનની સિક્યુરિટીમાં મોટી ચૂક થઈ હોવાનુ સામે આવ્યું છે. ત્યારે પાવર સ્ટેશનની સિક્યુરિટી પર સવાલ ઉભા થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાને પગલે સિક્યુરિટી ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  1. Temple Thieves Arrested: રાજ્યના 55 મંદિરોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ, મોજ-શોખ માટે ચોરીના રવાડે ચઢ્યા હતા
  2. Valsad Crime : જવેલર્સ લૂંટ અને ચેઇન સ્નેચિંગમાં વલસાડ પોલીસને પડકાર ફેંકનાર ફરાર કેદી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details