સુરત: કીમ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કીમ નજીક એસ.આર પેટ્રોલ પંપ પાસે કમર પર દેશી તમંચો રાખીને ફરતા 22 વર્ષીય યુવકને દબોચી લીધો હતો અને કીમ પોલીસમથક ખાતે યુવકને લાવી દેશી તમંચો અને જીવતા કારતૂસ ક્યાંથી લાવ્યો. એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
બાતમીને આધારે યુવકને ઝડપ્યો: સુરતની કીમ પોલીસની હદમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કીમ પોલીસ મથકના PI પી.એચ.જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગ પર હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કીમ નજીક એસ.આર પેટ્રોલ પંપ પાસે એક યુવક કમરે દેશી તમંચો રાખી ફરી રહ્યો છે.
દેશી તમંચો લઇને ફરતા યુવકને કીમ પોલીસે દબોચ્યો (Etv Bharat Gujarat) યુવક પાસેથી તમંચો મળ્યો:જે ચોક્કસ બાતમીના આધારે કીમ પોલીસ બાતમીવાળી જગ્યાએ દોડી ગઈ હતી. જ્યાં હાજર યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મંગલ રમેશ વસાવા જણાવ્યું હતું.પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી 1 પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે 25,000 ની કિંમતનો દેશી તમંચો અને 25300 ની કિંમતના જીવતા કારતૂસ કબજે લઇને દેશી તમંચો ક્યાંથી લાવ્યો હતો, શું ઇરાદો હતો. એ દિશામાં તપાસ હાથ ધરી છે.
દેશી તમંચો લઇને ફરતા યુવકને કીમ પોલીસે દબોચ્યો (Etv Bharat Gujarat) આ પણ જાણો:
- શિક્ષકો સામે કાર્યવાહી કરવા કાંકરેજના MLAએ શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, કહ્યું... - Letter to Minister of Education
- પાટણ રેલ્વે સ્ટેશને ચાલતી નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી, MPના શ્રમિકનું મોત - Laborer dies from cliff fall