ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં કુખ્યાત સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ, શું છે મોડસ ઓપરેન્ડી? - 3 WOMEN OF SASI GANG ARRESTED

ખેડામાં કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય કડીયા સાંસી ગેંગની 3 મહીલા આરોપીઓને ઝડપી લીધી હતી.

ખેડામાં કુખ્યાત સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ
ખેડામાં કુખ્યાત સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 6:00 PM IST

ખેડા: જીલ્લામાં કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય કડીયા સાંસી ગેંગની 3 મહીલા આરોપીઓને ઝડપી લીધી હતી. પકડાયેલા આ 3 મહિલા આરોપીઓની સામે અલગ અલગ રાજ્યોમાં 25 જેટલા ચોરી અને ચીલઝડપના ગુના દાખલ છે. હાલ આ મહિલાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 6 ગુનામાં વોન્ટેડ છે. ત્યારે આ મહિલા આરોપીઓ કપડવંજ શહેરમાં ચોરીના ઇરાદે શંકાસ્પદ રીતે બેંક આગળ રેકી કરી હતી, ત્યારે પોલીસે કોઇ ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 મહિલા આરોપીઓને ઝડપી લીધી હતી.

પોલીસે તપાસ હાથ ધરી:પોલીસે આ 3 મહિલાઓની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે, તેઓએ બેંક અને રેલ્વે સ્ટેશન સહિતની વિવિધ જગ્યાઓએ રેકી કરીને ખાનગી વાહનમાં આવીને લોકોની નજર ચૂકવીને ચોરી કરી હતી. કપડવંજ પોલીસે આ મહિલાઓને પોલીસ સ્ટેશન લાવીને ટેક્નિકલ સર્વેલન્સ, ICJS સોફ્ટવેર અને હ્મુમન ઇન્ટેલિજન્સથી જરુરી માહિતી એકત્ર કરીને રાજ્યના પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.

ખેડામાં કુખ્યાત સાંસી ગેંગની 3 મહિલા આરોપી ઝડપાઇ (Etv Bharat gujarat)

25 ગુનામાં સંડોવણી અને 6 ગુનામાં વોન્ટેડ: કપડવંજ પોલીસે 3 મહિલાઓની કડક પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે, અલગ અલગ રાજ્યમાં 25 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આ ત્રણેય મહિલાઓ 4 રાજ્યોમાં ગુનઓમાં નાસતા ફરે છે. ત્યારે આ 3 મહિલાઓ સામે ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ 35 (1) મુજબ ધોરણસરની કાર્યવાહી કરીને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરીને 3 મહિલા આરોપીઓનો કબજો સોંપવા તજવીજ હાથ ધરી છે.

ગેંગની મોડસ ઓપરેન્ડી:મહિલા આરોપીઓની ગેંગ ચોરી કરવા માટે કોઇ પણ ગામ કે શહેરને ટાર્ગેટ કરતા હતા. ત્યારે ખાનગી વાહનમાં આવીને ગામમાં જ બેન્ક, ATM, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ભીડભાડ વાળી જગ્યાઓની રેકી કરતા હતા પોતાની ચાલાકીથી લોકોની નજર ચૂકવીને પાકીટ, રોકડ રકમ, કિંમતી વસ્તુઓની ચોરી કરીને ખાનગી વાહનમાં નાસી જતા હતા.

શું કહ્યું પોલીસ એસપીએ?: જ્યારે આ બાબતે SP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, કપડવંજ ટાઉન પોલીસે પોતાની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગની 3 મહિલા સભ્યોને ઝડપી લીધી છે. આ 3 મહિલા આરોપીઓ મધ્યપ્રદેશના રાજગઢની રહેવાસી છે. આ મહિલા આરોપીઓ પોતાની મોડસ ઓપરેન્ડીથી કોઇ પણ બેંકની રેકી કરતા હતા, ત્યારે કોઇ વ્યક્તિ પોતાના પૈસા બેંકમાંથી લઇને જતો હોય તો તે વ્યક્તિનો પીછો કરીને તેની નજર ચૂકાવીને પૈસાની ચોરી કરતા હતા. આ 3 મહિલા આરોપીઓ સામે અલગ અલગ રાજ્યમાં 25 ગુનાઓમાં સંડોવાયેલી છે. આરોપીઓએ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, સહિતના રાજ્યોમાં ગુન્હો આચર્યો હોવાનું ખુલ્યું છે. જેમાંથી 19 ગુન્હાઓમાં તેઓની ધરપકડ કરી છે. ત્યારે મહારાષ્ટ્ર પોલીસનો બીજા ગુન્હાઓ અંગે સંપર્ક કર્યો છે. જ્યારે આરોપીઓ સામે કાર્યવાહી થશે.

આ પણ વાંચો:

  1. નડિયાદ: પોલીસકર્મી સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ
  2. ખેડામાં ગમખ્વાર અકસ્માત! ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણમાં બે ના મોત

ABOUT THE AUTHOR

...view details