કણભા ગામે ધાર્મિક શાંતિ ડહોળવાનો પ્રયાસ વડોદરા :કરજણ તાલુકાના કણભા ગામમાં અસામાજિક તત્વો દ્વારા વેરાઈ માતાના મંદિરમાંથી માતાજીની પ્રતિમા ખંડિત કરીને તળાવમાં ફેંકી દેવામાં આવી છે. જેને પગલે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને આવું કૃત્ય કરનારા તત્વો સામે ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે વેરાઈ માતાના મંદિર બહાર લોકો એકત્ર થઈ ગયા હતા અને માતાજીની પ્રતિમાની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ કરજણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
માતાજીની મૂર્તિ ખંડિત :કણભા ગામમાં બંને કોમના બે વ્યક્તિના ઘરે લગ્નનો પ્રસંગ હતો. જેના કારણે બંને કોમના લોકો મોટી સંખ્યામાં મહેમાન ગતિ માણવા માટે આવ્યા હતા. આ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા રાત્રીના સમયે ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં મૂકેલી માતાજીની મૂર્તિ ખંડિત કરી હતી. ત્યાંથી મૂર્તિ લઈને ફરાર થયા હતા. આ ઘટનાને પગલે કણભા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વેરાઈ માતાની મૂર્તિ તોડીને તળાવમાં ફેંકી દીધી હોવાની ઘટનાને પગલે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ સ્થિતિ થાળે પડી છે. --એ. કે. ભરવાડ (PI, કરજણ પોલીસ સ્ટેશન)
ગ્રામજનોમાં આક્રોશ :જાણવા મળતી માહિતી મુજબ કણભા ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં બહેનો પૂજા કરવા માટે ગયા હતા. ત્યારે ખબર પડી હતી કે મૂર્તિ તોડીને કોઈ લઈ ગયું છે. ગ્રામજનોએ પોલીસને વિનંતી કરી કે આ મામલે કડક તપાસ કરી અને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારી લાગણી દુભાવવાના કામ કર્યું છે, એને અમે સાંખી નહીં લઈએ. આ મૂર્તિ તોડવાથી એમને કંઈ નહીં મળે. આ કૃત્ય રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં થયું છે.
પોલીસ કાર્યવાહી :કરજણ પોલીસ સ્ટેશનના PI એ. કે. ભરવાડે જણાવ્યું હતું કે, વેરાઈ માતાની મૂર્તિ તોડીને તળાવમાં ફેંકી દીધી હોવાની ઘટનાને પગલે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ સ્થિતિ થાળે પડી છે.
- Vadodara Accident News : વડોદરા કરજણ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતે પાંચનો ભોગ લીધો
- Vadodara News : નર્મદા નદીની કેનાલમાંથી એક જ પરિવારની બે દીકરીઓના મળ્યા મૃતદેહ