મહેસાણા:જિલ્લાના કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતા શોકની લાગણી પ્રવર્તી છે. આ શોકના અવસર પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કડી આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વ. કરશન સોલંકીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
મહેસાણાના કડીના ધારાસભ્ય સ્વ. કરશન સોલંકીનું અવસાન થતા કડી સહિત જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. સ્વ. કરશનભાઈ સોલંકીના અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડી પહોંચી સ્વ.કરશન સોલંકીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.
કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન (Etv Bharat Gujarat) અંતિમ યાત્રા દરમિયાન કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્વ. કરશન સોલંકીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:
- લ્યો ! ફરી કમોસમી વરસાદની આશંકા, જાણો દેશી આગાહીકાર રમણીક વામજાએ શું કહ્યું...
- શું ગુજરાતમાં પણ લાગુ થશે "યુનિફોર્મ સિવિલ કોડ" ! CM પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત