જૂનાગઢ :નેત્રહિન યુવતીઓ ફેશન સેન્સમાં કોઈથી પાછળ નથી, આ સંદેશ સામાન્ય લોકો વચ્ચે જાય અને નેત્રહીન યુવતીઓના ઉત્સાહમાં વધારો કરી શકાય તે માટે જૂનાગઢમાં સ્થિત પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલય દ્વારા ખાસ આયોજન કરાયુ હતુ. સમગ્ર રાજ્યમાંથી આવેલ 100 જેટલી યુવતીઓએ સાડી પરિધાન સ્પર્ધામાં ભાગ લઈને નિર્ણાયકોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા.
નેત્રહીન યુવતીઓ માટે સાડી પરિધાન સ્પર્ધા :પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં નેત્રહીન યુવતીઓ માટેની વિશેષ સાડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી આવેલ નેત્રહીન યુવતીઓએ વિવિધ પ્રકારની સાડીનું પરિધાન કરીને ખાસ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટેના આયોજનમાં ભાગ લીધો હતો. સામાન્ય લોકો માટે આવી અનેક સ્પર્ધા અને પ્રસંગોનું આયોજન થતું હોય છે, પરંતુ આંખે ન જોઈ શકતી નેત્રહીન યુવતીઓ માટે આ પ્રકારનું વિશેષ આયોજન સૌ કોઈ દિવ્યાંગોને પ્રેરણા આપનાર બન્યું છે.
નેત્રહીન યુવતીઓ માટે સાડી પરિધાન સ્પર્ધા (ETV Bharat Gujarat) આંખે દેખી શકતી મહિલા કે યુવતીઓ અવનવા પ્રકારની સાડી પરિધાન કરતી હોય છે. તેના માટેના અલગ ફેશન શો પણ આયોજિત થતા હોય છે. પરંતુ નેત્રહીન યુવતીઓ કે જે આંખે જોઈ શકતા નથી, છતાં પણ ખૂબ સફળતા પૂર્વક સાડી પરિધાન કરી શકે તે પ્રકારની કળા તમામ નેત્રહીન યુવતીઓમાં વિકસે તે માટે ખાસ આયોજન કરાયું હતું.
નેત્રહીન યુવતીઓ માટે સાડી પરિધાન સ્પર્ધા (ETV Bharat Gujarat) નિર્ણાયકો પણ થયા મંત્રમુગ્ધ :ખાસ નેત્રહીન યુવતીઓ માટે આયોજિત સાડી પરિધાન સ્પર્ધામાં ઉપસ્થિત રહેલા મહિલા નિર્ણાયકો પણ ખૂબ જ મંત્રમુગ્ધ થયા હતા. નેત્રહીન યુવતીઓ દ્વારા જે રીતે સાડી પહેરવામાં ચીવટ રાખવામાં આવી હતી, તેને જોઈને તેઓએ નેત્રહીન યુવતીઓના પ્રયાસને બિરદાવ્યો હતો. નેત્રહીન યુવતીઓએ સ્પર્ધા જીતવા નહીં પરંતુ તેઓ ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવતા પારંપરિક પરિધાન સાડીને ખૂબ જ સારી રીતે પહેરી શકે છે, તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો. જેને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો.
નેત્રહિન યુવતીઓની ફેશન સેન્સ જોઈ ચકિત થઈ જશો (ETV Bharat Gujarat) સાડીના મુખ્ય હિસ્સા પાટલી, પલ્લુ અને પ્લેટ સામાન્ય રીતે નેત્રહીન યુવતી કે મહિલા માટે બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. સાથે સાથે સાડીની ઊંચાઈ અને નીચેની સાથે એકસરખી કલર કોમ્બિનેશનમાં એકદમ પરફેક્ટ જોવા મળે તે પ્રકારની તમામ ચીવટ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ નેત્રહીન યુવતીઓએ રાખી હતી. જેને જોઈને પણ મહિલા નિર્ણાયકો ખૂબ જ પ્રભાવિત થયા હતા.
- દ્રષ્ટિ નથી પણ કર્યું સુંદરતાનું સર્જન, પ્રજ્ઞાચક્ષુઓએ બનાવી અદ્ભુત રાખડીઓ
- ગુજરાતમાં પ્રથમવાર સુરતનો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સહાયક વિના પરીક્ષા આપશે