Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) જૂનાગઢઃ ગઈકાલથી રાજ્યની તમામ શાળાઓમાં વેકેશન ખુલી ગયું છે. રાજ્યભરની શાળાઓ ફરીથી ધમધમી રહી છ. જૂનાગઢમાં પણ શાળાઓ પૂર્વવત બની છે. આ દરમિયાન જૂનાગઢ આરટીઓએ શાળામાં બાળકોને લેવા મૂકવા માટે જતા વાહનો વિરુદ્ધ કડક તપાસ અભિયાન શરૂ કર્યુ છે.
82000નો દંડઃ જૂનાગઢ આરટીઓએ હાથ ધરેલ તપાસ અભિયાનના પ્રથમ દિવસે જ 18 જેટલા વાહનોમાં અનિયમિતતા સામે આવી હતી. આવા વાહનોને 82000નો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ ટીઆરપી મોલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે શાળાઓમાં બાળકોને લેવા અને મૂકવા માટે જતા વાહનો ચોકસાઈપૂર્વક ચાલે અને તેમાં સુરક્ષાનું સંપૂર્ણ પાલન થાય તેવા ઉદ્દેશ્ય સાથે વિશેષ અભિયાન શરૂ કર્યુ છે.
શું છે નિયમો?: સામાન્ય રીતે આરટીઓ દ્વારા શાળામાં બાળકોને લેવા અને મૂકવા માટે વાહનોને લઈને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર બસમાં સીટીંગ કેપેસિટી મુજબ વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે પરંતુ ખાનગી વાહનો ખાસ કરીને ઓટો રિક્ષામાં 12 વર્ષ કે તેથી નીચેની આયુ ધરાવતા 06 વિદ્યાર્થીઓની સાથે રિક્ષામાં એક ચાલક એટલે કે કુલ 07 લોકો મુસાફરી કરી શકે છે. તે જ પ્રમાણે 12 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ જો રિક્ષામાં શાળાએ જતા કે આવતા હોય તો વાહન વ્યવહાર નિગમ દ્વારા આપવામાં આવેલી 3 વ્યક્તિની ક્ષમતાની સાથે એક ડ્રાઈવર મળીને કુલ 04 લોકો મુસાફરી કરી શકે છે. વાહન વ્યવહાર વિભાગના આ કાયદાનો ઉલ્લંઘન કરનાર વાહનને ડિટેઇન કરવાની સાથે તેને દંડ કરવાની જોગવાઈ પણ સામેલ છે.
જૂનાગઢ આરટીઓ દ્વારા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને લેવા અને મુકવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રથમ દિવસે 18 જેટલા વાહનોમાં અનિયમિતતા સામે આવતા 82 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે...એ.પી. પંચાલ (આરટીઓ, જૂનાગઢ)
- શિક્ષણનો પહેલો અધ્યાય સ્વચ્છતા : જૂનાગઢની શાળાના શિક્ષકોએ સ્વંય સફાઈ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું - New academic session
- હનીટ્રેપમાં ફસાયા જૂનાગઢ મનપાના સચિવ, ફરિયાદી સામે મહિલાએ પણ આપી ફરિયાદ પછી... - Junagadh Honeytrap