જુનાગઢ : લોકસભાની ચૂંટણી બિલકુલ નજીક આવી ચૂકી છે આવા સમયે જુનાગઢ લોકસભા બેઠક મતવિસ્તારમાં આવતો ખેડૂત તેમની અનેક સમસ્યાઓને લઈને આજે પણ જોવા મળી રહ્યો છે. પાછલા દસ વર્ષ દરમિયાન ખેડૂતોની જે સમસ્યાનું સમાધાન થવું જોઈએ તેની જગ્યા પર ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર કોઈ પણ સાંસદ તરીકે ચૂંટાય તો ખેડૂતોની માંગણીઓ અને લાગણી નવા સંસદ કેન્દ્ર સરકારમાં રજૂ કરે તેવી જુનાગઢ લોકસભા વિસ્તારના ખેડૂતો આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે.
ખેડૂતોનો વસવસો 10 વર્ષમાં ઘટાડો થવાના બદલે મુશ્કેલી વધી, જુનાગઢ લોકસભા બેઠકના નવા સાંસદ તરફ અનેક અપેક્ષા - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
જુનાગઢ લોકસભા બેઠક મતવિસ્તારના ખેડૂતો પાછલા દસ વર્ષ દરમિયાન જે સમસ્યાનું સમાધાન થવું જોઈએ તેની જગ્યા પર મુશ્કેલી વધતી અનુભવી રહ્યાં છે. સાંસદ તરીકે કોઈ પણ ચૂંટાય, ખેડૂતોની માંગણીઓ અને લાગણીઓ નવા સંસદ કેન્દ્ર સરકારમાં રજૂ કરે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે.
![ખેડૂતોનો વસવસો 10 વર્ષમાં ઘટાડો થવાના બદલે મુશ્કેલી વધી, જુનાગઢ લોકસભા બેઠકના નવા સાંસદ તરફ અનેક અપેક્ષા - Lok Sabha Election 2024 ખેડૂતોનો વસવસો 10 વર્ષમાં ઘટાડો થવાના બદલે મુશ્કેલી વધી, જુનાગઢ લોકસભા બેઠકના નવા સાંસદ તરફ અનેક અપેક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-04-2024/1200-675-21207755-thumbnail-16x9-5.jpg)
Published : Apr 12, 2024, 6:15 PM IST
ખેડૂતોની આશા અને અપેક્ષાઓ : 7મી મેના દિવસે બીજા તબક્કાનું લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં જુનાગઢ લોકસભા બેઠક પર પણ મતદાન હાથ ધરાશે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને જુનાગઢ લોકસભા મતવિસ્તારના ખેડૂતો ચૂંટણી લડીને જીતે તેવા ભાવિ સાંસદ પાસે અનેક આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. પાછલા દસ વર્ષ દરમિયાન ખેડૂતોની જે સમસ્યા છે સમસ્યા દૂર થવાની જગ્યા પર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર કોઈ પણ વ્યક્તિ કે રાજકીય પક્ષનો ઉમેદવાર સાંસદ બનવામાં સફળ થાય તો જુનાગઢ લોકસભાના ખેડૂતો જે પાછલા એક દસકાથી સતાવતા અનેક પ્રશ્નો છે તેની સફળ અને સચોટ રજૂઆત કેન્દ્ર સરકારમાં કરીને ખેડૂતોની મુશ્કેલી દૂર થાય તેવી આશા અને અપેક્ષાઓ લોકસભા મતવિસ્તારમાં આવતા ખેડૂતો રાખી રહ્યાં છે.
એમએસપી અને પોષણક્ષમ ભાવ :પાછલા એક દસકાથી ખેડૂતોની જે સમસ્યા ચાલી રહી છે તેમાં યોગ્ય સમયે કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો એમએસપી ખાતર અને બિયારણની ગુણવત્તા અને તેને સમયસર ખેડૂતો સુધી પહોંચવું ખેતીલાયક વીજળી અને કૃષિ પેદાશોની કિંમત ખેડૂતો ખુદ નક્કી કરી શકે તે પ્રકારની બજાર વ્યવસ્થા ઊભી થાય તે માટે ખેડૂતો પાછલા દસ વર્ષથી કેટલીક જગ્યા પર આંદોલન પણ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોની દસ વર્ષ જૂની પડતર માંગણીઓ આજે પણ જેમની તેમ જોવા મળે છે. કૃષિ પેદાશો બજારમાં આવતા જ તેના ભાવોમાં અચાનક ઘટાડો ડુંગળી દર વર્ષે પહેલા ગ્રાહકો અને ત્યારબાદ ખેડૂતોને રડાવે છે. આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને પણ વિકટ સમસ્યામાંથી પસાર થવું પડે છે આ તમામ પડતર માંગોને જુનાગઢ લોકસભા મત વિસ્તારમાંથી વિજેતા બનેલા ભાવિ સાંસદ કેન્દ્ર સરકારમાં સચોટ રજૂઆત કરીને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી ચૂંટણીના સમયમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે.