જૂનાગઢ:આજે પણ સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રને મગફળીના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે રાખવામાં આવે છે. જેના પાછળનું કારણ એ પણ છે કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં મગફળીના ઉત્પાદનની સાથે મગફળીનું તેલ કાઢતી ઓઇલ મિલો ખૂબ કાર્યરત હતી. આજે સમયાંતરે ઓઇલ મિલોનો મૃત્યુઘંટ વાગી ગયો છે, પરંતુ હવે પ્રાચીન પદ્ધતિમાં જે રીતે દેશી તેલની ઘાણીઓ દ્વારા મગફળીમાંથી સિંગતેલ બનાવવામાં આવતું હતું તે પરંપરા આજે વર્ષો પછી આગળ વધી રહી છે. ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો પણ મિનિ તેલની ધાણીમાંથી નજર સમક્ષ ચોખ્ખું સીંગતેલ બનાવવા આગળ વધી રહ્યા છે.
દેશી તેલની ઘાણીઓની પરંપરા શરૂ: એક સમયે સૌરાષ્ટ્રને મગફળીના ઉત્પાદનની સાથે સીંગતેલના ઉત્પાદનમાં પણ અગ્રતાક્રમે રાખવામાં આવતું હતું. આજે વર્ષો પછી સૌરાષ્ટ્રનો ઓઇલ મિલોનો દબદબો ધીમે ધીમે ઓછો થયો છે, પરંતુ આજે પણ સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર અને તેના ઉત્પાદનમાં દબદબો યથાવત જોવા મળે છે.
જૂનાગઢમાં 150 થી 200ની સંખ્યામાં દેશી મિનિ તેલની ઘાણી કાર્યરત (Etv Bharat Gujarat) જોકે હવે પરંપરાગત રીતે નાની તેલની ઘાણી મારફતે મગફળીમાંથી સિંગતેલ બનાવવાની પદ્ધતિ ફરી એક વખત લોકોની વચ્ચે આવી રહી છે. હાલ જૂનાગઢમાં 150 થી 200 ની સંખ્યામાં દેશી મિનિ તેલની ઘાણી કાર્યરત બની છે જે ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધી ધમધમતી જોવા મળતી હોય છે.
સતત મિલાવટ અને સ્વસ્થ પ્રત્યે જાગૃતતાના પગલે નિર્ણય (Etv Bharat Gujarat) 42 થી 45 કિલો મગફળીમાં 15 કિલો તેલ: નવેમ્બર મહિનાથી શરૂ કરીને માર્ચ મહિના સુધી દેશી તેલની ઘાણીઓ સોરઠ પંથકમાં ધમધમતી જોવા મળે છે. જેમાં મોટેભાગે જી-20 મગફળીનું પીલાણ કરીને તેમાંથી સિંગતેલ મેળવવામાં આવે છે. સામાન્ય રીતે જી-20 મગફળીને દેશી જાતની મગફળી માનવામાં આવે છે. જેથી સોરઠના ખેડૂતો અને સામાન્ય લોકો આજે પણ જી-20 મગફળીનું વાવેતર કરે છે અને તેમાંથી સિંગતેલ બનાવવાનો આગ્રહ રાખે છે.
સૌરાષ્ટ્રમાં ફરી શરૂ થઈ દેશી તેલ ઘાણીની પરંપરા (Etv Bharat Gujarat) ચાર મહિના દરમિયાન ચાલતી દેશી મિલની ઘાણીમાં પ્રતિ દિવસ 20 થી 25 ડબા સિંગતેલ બનાવવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન સરેરાશ 1500 થી 2000 જેટલા તેલના ડબ્બા ખેડૂતો અને સામાન્ય લોકો મગફળીના પીલાણ અર્થે દેશી તેલની ઘાણીમાં લાવતા હોય છે. આ પ્રકારની દેશી તેલની ઘાણીની પરંપરા વર્ષો પૂર્વે અસ્તિત્વમાં હતી, પરંતુ મહાકાય ઓઇલ મિલો આવવાથી આ ઘાણીનો સદંતર અભાવ જોવા મળતો હતો. પરંતુ હવે ધીમે ધીમે નાની સિંગતેલની ઘાણીઓ સતત વધતી જોવા મળી રહી છે.
સતત મિલાવટ અને સ્વસ્થ પ્રત્યે જાગૃતતાના પગલે નિર્ણય (Etv Bharat Gujarat) મગફળીના તેલમાં મિલાવટથી મળે છે છુટકારો:આજકાલ ખાદ્યતેલોમાં મિલાવટની અનેક ફરિયાદો આવી રહી છે. જેને ધ્યાને રાખીને પણ ખેડૂતો ગૃહિણીઓ અને સામાન્ય તેલ માલિકો આ પ્રકારે દેશી તેલની ઘાણીમાંથી પોતાની નજર સામે તેલ કઢાવી રહ્યા છે. આજ રીતે પોતાની મગફળીમાંથી સિંગતેલ કઢાવવા માટે આવેલા રેખાબેન દેકિવાડિયા અને મંજુલાબેન પનારાએ ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
સૌરાષ્ટ્રમાં ફરી શરૂ થઈ દેશી તેલ ઘાણીની પરંપરા (Etv Bharat Gujarat) બંને મહિલાઓએ આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, જે રીતે બજારમાં મિલાવટની એક પરંપરા શરૂ થઈ છે તેને ધ્યાને રાખીને તેઓ તેમના પોતાના ખેતરમાં જ ઉગતી મગફળીમાંથી નજર સામે વર્ષ દરમિયાન ચાલે તેટલું સિંગતેલ કઢાવીને તેનો ઉપયોગ કરતા હોય છે.
સૌરાષ્ટ્રમાં ફરી શરૂ થઈ દેશી તેલ ઘાણીની પરંપરા (Etv Bharat Gujarat) તો બીજી તરફ દેશી તેલની ઘાણીના સંચાલકો પણ ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો પોતાની સ્વાસ્થ્યને લઈને તેમજ સતત મિલાવટના સમાચારોની વચ્ચે ચિંતિત બનીને હવે જાગૃત થયા છે. કેટલાક ખેડૂતો પોતે તેમના ખેતરમાંથી ઉગેલી મગફળીનું સીંગતેલ કાઢીને તેમના આસપાસના વર્તુળોમાં તેને વેચીને કમાણી પણ કરે છે.
આ પણ વાંચો:
- ભાવનગરમાં ગાય માતા મેડિકલ વેસ્ટ વચ્ચે ભોજન શોધવા મજબૂરઃ બાયોવેસ્ટનો નિકાલ કેવી રીતે થાય
- અમરેલીમાં B.Ed કરેલી મહિલાએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો, મહિને હજારોમાં કરે છે કમાણી