જૂનાગઢઃ એશિયાનો સૌથી લાંબો રોપ વે ગિરનારમાં છે. જેને મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.
જૂનાગઢનો ગિરનાર રોપ વે 11થી 20 જૂન સુધી બંધ રહેશે, મેન્ટેનન્સને લીધે લેવાયો નિર્ણય - Junagadh Girnar Ropeway
જૂનાગઢના ભવનાથમાં આવેલો અને એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે મેન્ટેનન્સ કામગીરીને કારણે તારીખ 11થી 20 જૂન સુધી એટલે કે 10 દિવસ બંધ રાખવામાં આવશે. સંચાલક કંપની દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.
Published : Jun 8, 2024, 4:22 PM IST
સમયાંતરે સતત મેન્ટેનન્સઃ ગિરનાર રોપવે લંબાઈ અને ઊંચાઈની દ્રષ્ટિએ એશિયાનો સૌથી લાંબો રોપ વે ગણાય છે. સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાને રાખીને સમયાંતરે રોપ વે મેન્ટેનન્સ કામગીરી પણ સતત કરાય છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. જેમાં રોપ વેના બાંધકામ સાથે સંકળાયેલા ઈજનેરો મેન્ટેનન્સ કામગીરીમાં સામેલ થશે. 10 દિવસ સુધી તમામ પ્રકારના સુરક્ષા ઉપકરણોનું પણ મેન્ટેનન્સ કરવામાં આવશે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.
શું કહે છે ઓપરેશન મેનેજર?: ગિરનાર રોપ વેમાં ઓપરેશન મેનેજર તરીકે સેવા આપતા કુલબીરસિંગ બેદીએ મેન્ટેનન્સ સંદર્ભે મહત્વની વિગતો આપી છે. જેમાં રોપ વેનું સમયાંતરે સતત નિરીક્ષણ, રોપ વેના લોવર સ્ટેશન થી અપર સ્ટેશન સુધી તમામ જગ્યાનું મેન્ટેનન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રવાસીઓને બેસવા માટેની ટ્રોલીથી લઈને રોપ વેના કેબલ અને તમામ ઈજનેરી કૌશલ્યનું પણ ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સમગ્ર મેન્ટેનન્સ પ્રક્રિયા દરમિયાન 8થી 10 દિવસનો સમય લાગતો હોય છે. રોપ વે સાથે સંકળાયેલા તમામ ઈજનેરો દ્વારા રોપ વે મુસાફરી માટે એકદમ ફિટ છે તેવું પ્રમાણપત્ર મળતા જ ફરી પ્રવાસીઓ માટે શરુ કરવામાં આવે છે.