જુનાગઢ: જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ 2023માં જૂનાગઢની સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને પુરાવા અને સાક્ષીની જુબાનીને આધારે આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. તેની સાથે 10 હજાર રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે, તો વધુ 6 મહિનાની સજાનો આદેશ કરીને ભોગ બનનાર સગીરાને 6 લાખ રુપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
આરોપીને આજીવન કેદ: જુનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2023માં જૂનાગઢની એક સગીરાને તેની પાડોશમાં જ રહેતા એક વ્યક્તિએ જાતીય દુષ્કર્મનો ભોગ બનાવીને તેને ગર્ભવતી બનાવી હતી. આ સમગ્ર મામલાની જાણ સગીરાએ તેના પરિવારને કહેતા અંતે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે સમગ્ર મામલાની સુનવણી જુનાગઢ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા કરવામાં આવી હતી. 1 વર્ષ કરતા વઘુ ચાલેલી દલીલો અને પુરાવાઓના આધારે જુનાગઢ કોર્ટે આરોપીને કેસમાં કસૂરવાર જાહેર કરતા તેને આજીવન કેદની સજા ફટકારવાની સાથે 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો 6 મહિનાની વધુ સજા આપવાનો હુકમ કર્યો હતો. જજે દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાને 6 લાખ રુપિયાનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે.