અમદાવાદ:ગુજરાતના જસદણ ગેંગરેપના આરોપી અને ભાજપના કાર્યકર પરેશ રાદડિયાના જામીન રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીડિતા તરફથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે.
આ અંગેની સુનાવણી જસ્ટિસ એમ આર મેગડેની કોર્ટમાં ચાલી અને પ્રાથમિક સુનાવણી બાદ આરોપી પરેશ રાદડિયાને કોર્ટ તરફથી નોટિસ પાઠવવામાં આવી. આ મુદ્દે હવે વધુ સુનાવણી 17 મી ડિસેમ્બર થશે.
આ કેસની હેયરિંગ દરમિયાન પીડીત તરફથી એડવોકેટ આનંદ યાગ્નિક હાજર રહ્યા હતા. એડવોકેટ આનંદ યાગ્નિકે આ કેસ અંગે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પીડીતાને પણ જમીનના કેસમાં ભાગ લેવાનો હક છે, પરંતુ રાજકોટ સેશન્સ કોર્ટના જજે પીડિતાને એ માટે યોગ્ય તક આપી ન હતી. તેમને વધુ જણાવ્યું હતું કે, યૌન ગુનાઓમાં સમાન રીતે ભાગ લેતા અન્ય આરોપીઓને પણ મદદ કરવી બળાત્કાર છે અને આ કેસ તો ગેંગરેપનો છે, જે ખૂબ જ ધૃણાસ્પદ છે.
આ કેસના આરોપી સામે એવો આક્ષેપ છે કે, તેણે રેપ દરમિયાન પીડિતાના પગ પકડી રાખી ગુનામાં મદદ કરી હતી. તેમ છતાં તેને જામીન આપવામાં આવ્યા છે.
આ મામલે પોડિતા મળતી ધાક ધમકીને લીધે FIR માં વિલંબ થયાની બાબત પર ફરિયાદમાં લખવામાં આવી હતી. તેમ છતાં આરોપીને શંકાનું નામ આપી કોર્ટે જામીન આપ્યા છે. તેથી આવા સંજોગોમાં સેશન્સ કોર્ટની ભૂલોને ધ્યાનમાં લેતા આરોપી રાદડિયાના જામીન રદ કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જસદણ તાલુકામાં આવેલી એક છાત્રાલયમાં વેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાએ રાદડિયા અને એક આરોપી મધુભાઈ ટાઢાણી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. 2019 થી 2024 સુધી પીડીતા આ છાત્રાલયમાં રહેતી હતી ત્યારે જુલાઈ 2023 માં ટાઢાણી અને રાદડિયા તેમના રૂમમાં આવ્યા હતા અને પીડિતાની સાથે છેડતી કરી હોવાની ફરિયાદ હતી.
- GST ફ્રોડ કેસમાં ગુજરાતનાં 6 શહેરોમાં EDના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
- મુન્દ્રા પોર્ટ પર DRI હરકતમાં: લાકડાના ભુંસાની આડમાં 8 કરોડનો કાજુનો જથ્થો ઝડપાયો