જામનગર : હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે. જામનગરના જામ સાહેબની તબિયત લથડી છે. ડોક્ટરો દ્વારા જામ સાહેબને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત મુલાકાતીઓ અને ફોન કોલ્સ પર વાત કરવાની મનાઈ કરવામાં આવી છે. જામ સાહેબ છેલ્લા ઘણા સમયથી બીમાર હાલતમાં છે.
જામ સાહેબે લખ્યો પત્ર :આજે રાજવીએ પત્ર લખી શુભેચ્છકો અને મિત્રોને જણાવ્યું હતું કે, જામ સાહેબને આરામ કરવા માટે ખૂબ ગંભીરતાપૂર્વક સલાહ આપવામાં આવી છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મુલાકાતીઓ અને ફોન કોલ્સથી વિરામ રાખવામાં આવી રહ્યો છે.
ક્ષમા ચાહું છું મિત્રો, પરંતુ હું કોશિશ કરીશ જ્યારે સાજો થઈ જઈશ, ત્યારે ફરી મળતા રહીશું.
જામસાહેબની નાદુરસ્ત તબિયત :ઉલ્લેખનીય છે કે, જામ સાહેબની ઉંમર 85 વર્ષ છે. છેલ્લા ઘણાં સમયથી રાજવી જામ સાહેબ બીમાર છે અને તેમની તબિયતમાં સતત સુધારો વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ક્રિકેટર અજય જાડેજાને જામનગરના યુવરાજ બનાવવામાં આવ્યા છે. હાલ ક્રિકેટર અજય જાડેજા જામનગર ખાતે આવી ગયા છે અને જામ સાહેબની દેખરેખ કરી રહ્યા છે.
- અજય જાડેજાને સોંપ્યું જામસાહેબનું સુકાન
- રતન ટાટાને જામ સાહેબ દ્વારા શ્રદ્ધાંજલિ