ગુજરાત

gujarat

Jamnagar News : જામનગરમાં આવાસ લોકાર્પણ પ્રસંગે આવેલા રીવાબા જાડેજાને પૂછાયું પારિવારિક વિખવાદ વિશે અને...

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 8:26 PM IST

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જામનગરમાં પણ કાર્યક્રમ આયોજિત થયો હતો. આ અવસરે ઉપસ્થિત રહેલાં ધારાસભ્ય રીવાબા જાડેજાને પારિવારિક વિખવાદો અંગે પૂછવામાં આવતાં નારાજ થઇ ગયાં હતાં.

Jamnagar News : જામનગરમાં આવાસ લોકાર્પણ પ્રસંગે આવેલા રીવાબા જાડેજાને પૂછાયું પારિવારિક વિખવાદ વિશે અને...
Jamnagar News : જામનગરમાં આવાસ લોકાર્પણ પ્રસંગે આવેલા રીવાબા જાડેજાને પૂછાયું પારિવારિક વિખવાદ વિશે અને...

નારાજ થઇ ગયાં રીવાબા

જામનગર : જામનગરમાં ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના ઇ લોકાર્પણ અને ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવેલા ધારાસભ્ય રીવાબા જાડેજાને પરિવારના વિખવાદ અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતા તેઓ નારાજ થઇ ગયાં હતાં. આવાસ લોકાર્પણ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવતાં તેમણે પરિવારના વિખવાદ અંગે પૂછવા માટે વ્યક્તિગત સંપકે કરવા પણ જણાવી દીધું હતું.

ઘરનું ઘર અર્પણ કરવાનો કાર્યક્રમ : જામનગર જિલ્લાના 301 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર આપવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.2993 કરોડના ખર્ચે રાજ્યના 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યુંજરૂરિયાતમંદ લોકોના “ ઘરનું ઘર ”ના સ્વપ્નને વડાપ્રધાને પૂર્ણ કર્યું હતું. આ કાર્યક્રમ કેબિનેટમંત્રી ગુર્જર સુથારની વાડીએ ધારાસભ્ય રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આવાસ લોકાર્પણ વિશે : રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે. જેના થકી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે. જેના પરિણામે લોકોને ટાઢ, તાપ અને ચોમાસા સમયે પડતી મુશ્કેલી દૂર થઈ છે.ગામડાઓમાં હજુ એવા અનેક પરિવાર છે જેઓનું સ્વપ્ન છે પોતાનું ઘર હોય. અને પરિવારને માથે પાકી છત હોય. પરંતુ પીએમ આવાસ યોજના થકી લોકોના આ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે અને ગામડાઓ ગોકુળિયા ધામ બની રહ્યા છે. સમાજના દરેક વર્ગ માટે સમાન અને આર્થિક દરરજો મળે તેવા આશય સાથે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જે લોકો કાચા મકાનમાં રહેતા તે પરિવારોને આજે પાકું ઘર મળ્યું છે. જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી છે તે દરેક પરિવારોને હું અભિનંદન પાઠવું છું.

  1. Ravindra Jadeja: જાડેજાએ પિતાના આરોપો પર કર્યો પ્રહાર, પત્ની રીવાબા માટે પોસ્ટ કરીને કહી મોટી વાત
  2. Jamnagar News : જામનગરમાં જાડેજા પરિવાર વચ્ચે ફરી વિવાદ, નયનાબા રિવાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ

ABOUT THE AUTHOR

...view details