જામનગરઃ આમરા ગામમાં વરસાદનો વરતારો મેળવવાની સદીઓ જૂની પરંપરા ચાલી આવે છે. જેમાં કૂવામાં રોટલો પધરાવી મેળવાયો વરસાદ વરતારો જાણવામાં આવે છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, વરસાદ કેવો રહેશે તે જાણવામાં આવે છે. આજે ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ કરવામાં આવી હતી. જેમાં સારા વરસાદના એંધાણ મળ્યા હતા.
કૂવામાં રોટલો પધરાવી વરસાદ કેવો રહેશે તેવો અંદાજ મેળવતું જામનગરનું અનોખું ગામ આમરા, 400 વર્ષ જૂની પરંપરા - Jamnagar News - JAMNAGAR NEWS
400 વર્ષથી જામનગરના આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવીને તે કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદ કેવો રહેશે તેવો અંદાજ લગાડવામાં આવે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Jamnagar News Bajara Roti Well Mosoon Season Rain Forecasting
Published : Jul 8, 2024, 7:22 PM IST
400 વર્ષ જૂની પરંપરાઃઆમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવાની અનોખી પ્રથા છે. આ પ્રથા લગભગ 400 વર્ષથી ચાલી આવે છે. ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે. ગામના સથવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ત્યાર પછી કુવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.
શુભ સંકેત મળ્યોઃ આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઇસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ છે. આ વર્ષે વરસાદ 14થી 16 આની રહેશે એટલે કે મોડુ વાવેતર છતાં પાછોતરા વરસાદ સમયે વર્ષ સારૂ રહેશે અને મબલખ પાક ઉતરશે.
કેવી રીતે શરુ થઈ પરંપરા?:સદીઓ પૂર્વે ખેતરે ભાત લઇને જતી એક મહિલાના હાથમાંથી એક શખ્સે રોટલો ઝુંટવી લીધો હતો. જેને લઇને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ માટે ત્યારથી આ પરંપરાનું દર વર્ષે પાલન કરવામાં આવે છે.