જામનગરઃ જામનગરના નાગેશ્વર કોલોની નજીક આવેલ ખુલ્લા પ્લોટમાં આજે સવારે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના સવારમાં બની હતી. જ્યારે મહિલાઓએ શ્વાનોને ખુલ્લા પ્લોટમાં નવજાત બાળકીનો મૃતદેહ ખાતા જોયા ત્યારે તેમણે સ્થાનિકોને જાણ કરી હતી.
જામનગરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ - Jamnagar - JAMNAGAR
જામનગરના નાગેશ્વર કોલોની નજીક આવેલ ખુલ્લા પ્લોટમાં આજે સવારે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી અને ચકચાર વ્યાપી ગઈ છે. શ્વાનો અન્ય સ્થળેથી મૃતદેહને ઢસડીને લાવ્યા અને મૃતદેહને ફાડી ખાધાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Jamnagar Crime News
Published : Apr 2, 2024, 9:18 PM IST
સિટી બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળેઃ સ્થાનિકોએ આ ઘટનાની જાણ સિટી બી ડિવિઝન પોલીસને કરી હતી. તેથી સિટી-બી ડીવીઝન પોલીસ ટુકડી સ્થળ પર ધસી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં બાળકીનો મૃતદેહ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને આગળની તપાસ માટે પીએમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના સવારમાં બની હતી. જ્યારે મહિલાઓએ શ્વાનોને ખુલ્લા પ્લોટમાં નવજાત બાળકીનો મૃતદેહ ખાતા જોયા ત્યારે તેમણે સ્થાનિકોને જાણ કરી હતી.
ક્ષિપ્ત વિક્ષિપ્ત મૃતદેહઃ સ્થાનિકોના જણાવ્યા અનુસાર શ્વાન આ વિસ્તારમાં મૃતદેહ ખેંચીને લાવ્યો હશે. બાળકીના મૃતદેહનું માથું અને હાથ ગાયબ હતા. તેથી આ મૃતદેહને શ્વાનોએ ક્ષિપ્ત વિક્ષિપ્ત કર્યાનું અનુમાન લગાડાઈ રહ્યું છે. મૃતદેહ મળી આવ્યો તે વિસ્તાર નજીકમાં બાળકોનું સ્મશાન હોવાથી શ્વાનો કદાચ ત્યાંથી મૃતદેહ લાવ્યા હોવાની અટકળો પણ વહેતી થઈ છે. સિટી-બી ડીવીઝન પોલીસ ટુકડી સ્થળ પર ધસી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને આગળની તપાસ માટે પીએમ માટે મોકલી આપ્યો હતો.
- મને સવારે મહિલાઓએ જણાવ્યું કે નવજાતનો મૃતદેહ શ્વાનો ચૂંથી રહ્યા છે. મેં તાત્કાલિક 100 નંબર પર જાણ કરી. પોલીસ ટુકડી ઘટના સ્થળે આવી પહોંચી અને કાયદાકીય કાર્યવાહી કરી હતી...જીવન થાપા(સ્થાનિક, જામનગર)