જામનગરની 3 પેઢીએ એક સાથે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ અપનાવ્યો જામનગર: જૈન સમાજના ઈતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી ઘટના જામનગરના કુટુંબમાં બની છે. જેમાં પૌત્ર, પિતા અને દાદાએ સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યુ છે. આ ત્રણેય દીક્ષાર્થીઓની જામનગરમા વરસીદાનની શોભાયાત્રા યોજાયા બાદ જૂનાગઢ ખાતે ત્રણેય પેઢીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરી હતી.
જૂનાગઢની તળેટીમાં ભાવુક દ્રશ્યોઃ જૂનાગઢ તળેટી મધ્યે ગિરનાર દર્શન ધર્મશાળામાં દીક્ષા સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આજીવન આયંબિલ તપ આરાધક ગિરનાર તીર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભ સૂરીશ્વરજી ચરણે જીનશાસનને સમર્પિત થશે.
જામનગરની 3 પેઢીએ એક સાથે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ અપનાવ્યો દીક્ષા લેનાર 3 સંયમીઓઃ મૂળ શિહોર અને હાલ જામનગરના રહેવાસી 80 વર્ષીય અજીતકુમાર શાહ ગુજરાત વિદ્યુત બોર્ડમાં કાર્યપાલક ઈજનેર તરીકે નોકરી કરતા હતા. હાલ નિવૃત્ત જિંદગી અને ધર્મધ્યાન-અભ્યાસમાં પ્રવૃત રહે છે. જ્યારે સંયમના માર્ગે વળેલા અજિતકુમારના પુત્ર કૌશિક શાહની ઉંમર 52વર્ષ છે. જામનગર નિવાસી સિવિલ એન્જિનિયર કારકિર્દીની શરૂઆતમાં આર્મીના બાંધકામ ક્ષેત્રમાં કાર્યરત હતા. બાંધકામમાંથી નિવૃત્ત થયા બાદ બ્રાસપાટ હાર્ડવેર સપ્લાયર્સ તરીકે કામકાજ કરતા હતા. જ્યારે પૌત્ર વિરલ કૌશિકભાઈ શાહ (ઉ.વ 25)એ B.Com અને CA FINAL એક ગ્રૂપ પાસ કરી આગળ અભ્યાસ કરતો હતો.
કોની પ્રેરણા?: પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજયજી મહારાજના પુસ્તકો, પૂજ્ય શ્રી વજ્રસેન વિજયજી મહારાજ, પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબનો આ સંયમીઓએ નાનપણમાં અભ્યાસ કર્યો. ઉપધાન તપ દરમિયાન ગુરુ મા.સા. સંઘમાં રહેવાથી વૈરાગ્ય વાસિત થયા. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રવિશેખર સૂરીશ્વરજી મા.સા.ની આધ્યાત્મ મંડિત જિનવાણીથી વૈરાગ્ય દ્રઢ થયો હતો. કુટુંબના હેત્વીબેન (સાધ્વીજી શ્રીહેમર્ષીપ્રિયાશ્રીજી)ના દીક્ષા પ્રસંગે લગભગ દોઢ વર્ષ પહેલાં ઘણું મનોમંથન કરી અને બચપણમાં માતા-પિતાના મળેલ સંસ્કાર, દાદી કુસુમબેન (9 મહિના અગાઉ સ્વર્ગવાસ થયા હતા) તેઓના સંસ્કાર, ખોળામાં સુવાડી ભક્તામર સ્તોત્ર પાઠ વારંવાર સંભળાવી બોલતા શીખવા સાથે તેનો મુખપાઠ કરાવ્યો હતો. આથી ત્રણ પેઢી પિતા,પુત્ર અને પૌત્ર સાથે સંયમ માર્ગે તારીખ 13 માર્ચ આજે શુભ મૂહુર્ત પ્રયાણ કર્યું હતું.
જામનગરની 3 પેઢીએ એક સાથે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ અપનાવ્યો પ્રથમ સંયમ જીવનની ભાવના મને થઈ અને ગુરુકૂળમાં વૈરાગ્ય દ્રઢ થતા ગત વર્ષે વઢવાણ મુકામે ચાતુર્માસમાં અભ્યાસ તપ-જપ, ગુરુ સંગમાં રહેવાથી, મારાં પરોપકારીગુરુ ભગવંતે દીક્ષાનું શુભ મુહૂર્ત આપ્યું હતું. મારા પિતા કૌશિકભાઈ પણ પૂજ્ય ગુરુજીના પાસે અભ્યાસ કરતા હતા. તેથી અઠવાડિયા પહેલા ગુરુ ભગવંતે તેમના સંયમજીવનને શુભ મુહૂર્ત પ્રદાન કરી નિશ્ચિત કર્યું હતું. ઘણા સમયથી ઘરે રહીને પણ પૌષધ ઇત્યાદિ દ્વારા, સંયમ રુચિવાન દાદાને પણ આ પ્રસંગો પામી ભાવ વૃધ્ધિ થતા ગુરુ મા.સા.ને વિનંતી કરી હતી. પરિણામે અમારા પરિવારના ત્રણેય દીક્ષાથી એક જ દિવસે, એક જ શુભ મુહૂર્તે ગિરનાર તળેટીમાં આજે સંયમ ગ્રહમ કાર્ય સંપન્ન થશે...વિરલ(પૌત્ર, દીક્ષા લેનાર)
- કેશોદના 252 જેટલા મહિલા અને પુરુષોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો
- Jain Diksha : કરોડોપતિ પરિવારની 12 વર્ષની દીકરી સંયમને માર્ગે ચાલશે, દીક્ષાનું મુહૂર્ત લેવા માટે ઓડી કારમાં પહોંચી