ગુજરાત

gujarat

ETV Bharat / state

સૈનિક સ્કૂલ બાલાચડીમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણી, લંપટ શિક્ષકે બાળકોના શારીરિક અડપલાં કર્યા - Balachdi physically assault - BALACHDI PHYSICALLY ASSAULT

જામનગરની બાલાચડી સ્કૂલમાંથી ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં બેન્ડ માસ્ટર તરીકે સેવા આપતા શિક્ષકે શાળામાં જ બે બાળકો સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ મામલે શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લંપટ બેન્ડ માસ્ટર
લંપટ બેન્ડ માસ્ટર (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 5:16 PM IST

સૈનિક સ્કૂલ બાલાચડીમાં વિદ્યાર્થીઓની જાતીય સતામણી (ETV Bharat Desk)

જામનગર : બાલાચડીમાં બનેલી એક ઘટના હાલમાં જ પ્રકાશમાં આવતા સંસ્કારી નગરી જામનગર શર્મસાર થયું છે. જામનગર જિલ્લામાં સ્થિત અને દેશભરમાં વિખ્યાત સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે શાળાના જ બેન્ડ માસ્ટરે શારીરિક અડપલાં કર્યા કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બાલાચડી સ્કૂલમાં ચોંકાવનારી ઘટના :આ ઘટનાથી માત્ર જામનગર જ નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર મચી છે. જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટરે બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની માહિતી સામે આવી છે. મૂળ રાજસ્થાનના અને હાલ જામનગરની સૈનિક સ્કૂલમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી નામના લંપટ શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે જધન્ય કૃત્યનો પ્રયાસ કર્યો હતો.

બાળકો સાથે કર્યા અડપલા :બાલાચડી સ્કૂલના બેન્ડ માસ્ટરે 10 થી 12 વર્ષની ઉંમરના બંને બાળકોના ગુપ્તાંગમાં અડપલાં કરતા જામનગરનું શિક્ષણ જગત શર્મસાર થયું છે. ગુરુ અને શિષ્યના સંબંધોને લજવતો બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બાળકો સાથે માત્ર અડપલાં જ નથી કર્યા, પરંતુ કુમળી વયના બાળકો પર રોફ જમાવી ધમકી પણ આપી હતી. બેન્ડ માસ્ટરે કોઈને પણ જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી બેફામ વાણીવિલાસ આચર્યો હતો.

પોલીસ ફરિયાદ :આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં મામલો શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો. જેને લઇને પ્રિન્સીપાલ શ્રેયશ મહેતાએ સ્થાનિક પોલીસમાં શિક્ષક પવનકુમાર ડાંગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને જોડિયા પોલીસે લંપટ શિક્ષક સામે IPC કલમ 504, 506 અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  1. માનવતા શર્મસાર, પોતાની દીકરી સાથે શારીરિક અડપલાં કરનાર પિતાની સુરત પોલીસે ધરપકડ કરી
  2. બાળકીનું મોઢું દબાવી અપહરણ, મહોલ્લાની કિશોરીની સતર્કતાને કારણે બાળકી ઉગરી ગઇ

ABOUT THE AUTHOR

...view details