ગુજરાત

gujarat

ETV Bharat / state

સર્વે બાદ જામનગરના પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવાશે, સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના ચાલતા પ્રયાસ - Farmers Compensation

જામનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ અંગે હવે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવાશે
પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવાશે (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 4:35 PM IST

જામનગર :તાજેતરમાં જામનગર જિલ્લામાં અનુભવાયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

ભારે વરસાદ બાદ સર્વે :આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે. વરસાદના કારણે થયેલા નુકસાનની વિશાળતાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અન્ય જિલ્લામાંથી ગ્રામ સેવકોને બોલાવીને સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ખેડૂતોને મળશે સરકારની સહા (ETV Bharat Gujarat)

ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી :સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો પાસેથી નુકસાન અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. સાથે જ ફોટોગ્રાફિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ભારે વરસાદને પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

20 કરોડથી વધુની સહાય :ગુજરાતના વિવિધ જિલ્લામાં ગત મહિને ભારે વરસાદથી તારાજી સર્જાઈ હતી. જામનગરમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાત સરકારી અને જિલ્લા વહીવટી તંત્રએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થન હેઠળ પૂરગ્રસ્તો લોકો માટે રૂ. 20 કરોડથી વધુની સહાય પૂરી પાડી હતી.

  1. જામનગરમાં રાહત કામગીરી : પૂરગ્રસ્તો લોકો માટે રૂ. 20 કરોડની સહાય
  2. જામનગરમાં વરસાદના લીધે પાક બળી ગયો, ખેડૂતોએ વળતરની કરી માંગ

ABOUT THE AUTHOR

...view details