જુનાગઢ:ભવનાથની ગીરી તળેટીમાં ભજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો આજથી શરૂ થયો છે પાંચ દિવસ સુધી અલખના ઓટલે શિવ ભક્તો શિવ આરાધનામાં મસગુલ બનતા જોવા મળશે ત્યારે ભવનાથના મેળામાં ઇટાલિયન ફિલ્મ સર્જકોનો પડાવ પણ જોવા મળે છે ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રીનો મેળો ધાર્મિક રીતે વિશ્વના સીમાડા ઓળંગી ચૂક્યો છે પરંતુ કોઈ ચલચિત્રમાં ભવનાથના મેળાને સ્થાન મળ્યું હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે સંપૂર્ણ પણે વિદેશમાં બની રહેલી આ ફિલ્મ નું શૂટિંગ હાલ ભવનાથમાં એક યુનિટ કરી રહ્યું છે.
Mahashivratri: ભવનાથમાં ઈટાલિયન ફિલ્મનું શૂટિંગ, મહાશિવરાત્રીના મેળાથી આકર્ષિત થઈને ઇટાલિયન ફિલ્મ સર્જક આવ્યા જુનાગઢ
મહાશિવરાત્રીનો મેળો આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગી ચૂક્યો છે, ત્યારે જૂનાગઢની ભવનાથ અને ગીરી તળેટી વિદેશી ફિલ્મ સર્જકો માટે પણ એક આદર્શ સ્થાન બનતું હોય તે પ્રકારે આજે ઇટાલિયન ભાષામાં બની રહેલી એક ચલચિત્રનું શૂટિંગ ભવનાથના મેળામાં થઈ રહ્યું છે. ચલચિત્રના શૂટિંગ પ્રસંગે ગિરનાર આવેલા ફિલ્મના કલાકાર અને અન્ય સહાયક સ્ટાફે ચલચિત્રને લઈને કોઈ વિગતો આપી ન હતી પરંતુ આ ચલચિત્ર એક સાધુ પર બની રહ્યું છે તેવી કેટલીક રોચક માહિતી આપી હતી.
Published : Mar 5, 2024, 9:53 PM IST
|Updated : Mar 5, 2024, 10:06 PM IST
ભારતના સાધુ પર ફિલ્મનું સર્જન:ભવનાથ માં મહા શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે આવા સમયે સાધુ સન્યાસીઓ નો જમાવડો કોઈ ફિલ્મ સર્જક માટે એક ઉત્તમ સ્પોર્ટ બની રહે છે ત્યારે ઇટાલીના ફિલ્મ સર્જકો દ્વારા ઇટાલીમાં એક સાધુના જીવન ચરિત્ર પર ચલચિત્ર બનાવવામાં આવી રહ્યું છે આવા સમયે સાધુના રૂપમાં ઇટાલીનો કલાકાર ભવનાથની તળેટીમાં આવીને સાધુનું જીવન અને સાધુનું કલ્ચર કેવું હોય તેના પર ફિલ્મ કરી રહ્યા છે જે સાધુ પર ઇટાલીમાં ચલચિત્ર બનવા જઈ રહ્યું છે તે ભારતીય પરંપરા અનુસાર ત્યાં આ જ પ્રકારે શિવની આરાધના કરતા જોવા મળતા હશે જેને કારણે ઈટાલિયન ફિલ્મ સર્જકો સાધુના જીવન ચરિત્રને ચલચિત્રના રૂપમાં ફીલ્માનકન કરી રહ્યા છે આવા સમયે સોનામાં સુગંધ ભળે તે પ્રકારે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે કે જેનો ભરપૂર લાભ ફિલ્મના સર્જકો ઉઠાવી રહ્યા છે.
ફિલ્મ સર્જકોનો પ્રતિભાવ:ઇટાલીના ફિલ્મ સર્જકો અને કલાકારો સાથે ઈ ટીવી ભારતે સમગ્ર ફિલ્મને લઈને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના દ્વારા ફિલ્મની કથા અને ફિલ્મના નામને લઈને કોઈપણ વિગતો જાહેર કરવાના અધિકારો તેમની પાસે નથી તેમ જણાવીને કોઈ વિગતો આપી ન હતી પરંતુ આ ચલચિત્ર ઇટાલીના એક સાધુ પર બની રહ્યું છે જે મૂળ ભારતની ધાર્મિક પરંપરા સાથે ઇટાલીમાં જોડાયેલા હતા અત્રે ઉલ્લેખનીએ છે કે ઇટાલીમાં પણ જુના અખાડાનો સૌથી મોટો આશ્રમ આવેલો છે અહીં ખૂબ મોટી સંખ્યામાં ઇટલીના લોકો ત્યાંના સેવક પણ છે ત્યારે ઈટાલીમાં બની રહેલું આ ચલચિત્ર શિવરાત્રીના મેળા ને અને તેમા પણ નાગા સન્યાસીઓને ઈટલી સુધી ખેંચી રહ્યું છે.